- સુલક્ષણા નાઇક અને આરપી સિંહની ક્રિકેટ સલાહકાર સમિતિનો નિર્ણય
- રાહુલ દ્રવિડ ન્યુઝીલેન્ડ સામેની સિરીઝથી સંભાળશે કારભાર
- રવિ શાસ્ત્રીનો કાર્યકાળ સમાપ્ત
મુંબઈ: પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડ (Rahul Dravid)ને ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ રવિ શાસ્ત્રી (Ravi Shastri)નું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ ICC T20 વર્લ્ડ કપ (ICC T20 World Cup) પછી સમાપ્ત થઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ કહ્યું છે કે, સુલક્ષણા નાઇક અને આરપી સિંહની ક્રિકેટ સલાહકાર સમિતિએ બુધવારના સર્વસંમતિથી રાહુલ દ્રવિડને ટીમ ઇન્ડિયા (સીનિયર પુરુષ)ના મુખ્ય કોચ નિયુક્ત કર્યા છે.
ન્યુઝીલેન્ડ સામેની સિરીઝથી કાર્યભાર સંભાળશે
પૂર્વ ભારતીય કેપ્ટન દ્રવિડ ન્યુઝીલેન્ડની વિરુદ્ધ આગામી ઘરેલૂ સિરીઝથી હેડ કોચનો કારભાર સંભાળશે. ઉલ્લેખનીય છે કે BCCIએ ટીમ ઇન્ડિયાના હેડ કોચ પદ માટે 26 ઑક્ટોબરના અરજીઓ મંગાવી હતી.