ગુવાહાટીઃ પૃથ્વી શોએ રણજી ટ્રોફીમાં પોતાની પ્રથમ ત્રેવડી સદી ફટકારીને ઈતિહાસ(Prithvi Shaw Ranji Trophy triple Century ) રચ્યો છે. શોએ મુંબઈ તરફથી રમતા 383 બોલમાં 379 રનની શાનદાર ઈનિંગ રમી હતી. શૉ રણજી ટ્રોફીના ઈતિહાસમાં બીજા સૌથી વધુ વ્યક્તિગત સ્કોરર બની ગયા છે. શૉએ અમીનગાંવ ક્રિકેટ ગ્રાઉન્ડ પર આસામ સામે શાનદાર ઇનિંગ રમી હતી.
જય માંજરેકરે ત્રેવડી સદી ફટકારી:સંજય માંજરેકરે 1990-91માં હૈદરાબાદ (Prithvi Shaw triple Century )સામે સૌથી વધુ 377 રનનો વ્યક્તિગત સ્કોર બનાવ્યો હતો. આ વર્ષે રણજી ટ્રોફીમાં શૉની આ પ્રથમ સદી છે. તેણે તેની છેલ્લી સાત ઇનિંગ્સમાં 68ના ઉચ્ચ સ્કોર સાથે 22.85ની એવરેજથી 160 રન બનાવ્યા હતા.
રિયાન પરાગે શોને આઉટ કર્યો:તે આ સિઝનમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 181.42ના સ્ટ્રાઈક રેટથી 332 રન અને આસામ સામે 134ના ટોચના સ્કોર સાથે બીજા ક્રમે રહ્યો. રિયાન પરાગે શોને LBW આઉટ કરીને પેવેલિયન મોકલ્યો હતો. આ રીતે શૉ 400 રન બનાવવાનું ચૂકી ગયો. શૉએ પોતાની ઇનિંગમાં 49 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. તેની આ ઇનિંગ તેને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમમાં સામેલ કરી શકે છે.
આ પણ વાંચો:ધમાકેદાર બેટિંગના સહારે શ્રીલંકા સામે પહેલી વન-ડેમાં 67 રનથી વિજય