- તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કરતા અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની ODI સિરીઝ રદ
- અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના સીઈઓ (CEO of Afghanistan Cricket Board) હામિદ શિનવારીએ કહ્યું હતું કે, વર્તમાન સ્થિતિમાં સિરીઝનું આયોજન સંભવ નથી
- તાલિબાને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડને (Afghanistan Cricket Board) વિશ્વાસ અપાવ્યો છે કે, તેઓ દેશની ક્રિકેટમાં દખલગીરી નહીં કરે
કાબુલઃ તાલિબાને સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે. અત્યારે ત્યાં ડરનો માહોલ છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો દેશને છોડી રહ્યા છે. તાલિબાનના આવતા જ અફઘાનિસ્તાનમાં બધું જ બદલાઈ ગયું છે. તેવામાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે રમાતી વન-ડે સિરીઝની મેચમાં (ODI Series Match) પણ તેની અસર થઈ છે. તાલિબાને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડને (Afghanistan Cricket Board) વિશ્વાસ અપાવ્યો છે કે, તેઓ દેશની ક્રિકેટમાં દખલગીરી નહીં કરે, પરંતુ ક્રિકેટ પર તેની અસર જોવા મળી રહી છે.
આ પણ વાંચો-આજથી Tokyo Paralympic Games 2020નો પ્રારંભ, મેડલ માટે ભારતના 54 એથલિટ મેદાનમાં
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્યે યોજાનારી મેચ રદ
તેવામાં આની અસર પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે 3 સપ્ટેમ્બરે યોજાનારી 3 વન-ડે સિરીઝ પર પડી હતી, જેને રદ કરી દેવામાં આવી છે. આ સિરીઝ શ્રીલંકામાં થવાની હતી. જોકે, અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિની કારણે કાબુલથી કોમર્શિયલ ફ્લાઈટ્સ રદ કરી દેવાઈ છે. અફઘાનિસ્તાન બોર્ડની ટીમને બહાર મોકલવા માટે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.