ગુજરાત

gujarat

ETV Bharat / sports

IPL 2021: ડપ્લેસિસએ ધવન પાસેથી લીધી ઑરેન્જ કેપ - ઑરેન્જ કેપ

આ સફળતા સાથે જ ડુપ્લેસિસ દિલ્હી કેપિટલ્સના ઑપનિંગ બેટ્સમેન શિખર ધવન પાસેથી ઑરેન્જ કેપ મેળવી છે. ડુપ્લેસિસે બુધવારે અરુણ જેટલી સ્ટેડિયમમાં હૈદરાબાદ સામે 38 બોલમાં 56 રન બનાવ્યા હતાં.

ડપ્લેસિસએ ધવન પાસેથી લીધી ઑરેન્જ કેપ
ડપ્લેસિસએ ધવન પાસેથી લીધી ઑરેન્જ કેપ

By

Published : Apr 29, 2021, 6:57 PM IST

  • IPL સિઝન 14માં ડુપ્લેસિસે સૌથી વધારે રન બનાવ્યા
  • બુધવારે સનરાઇઝર્સની સામે બનાવ્યા 28 બોલમાં 56 રન
  • શિખર ધવનથી 5 રન વધારે બનાવ્યા છે

નવી દિલ્હી: ચેન્નઇ સુપર કિંગ્સ (CSK)ના બેટ્સમેન ડુપ્લેસિસે ઇન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ના 14માં સિઝનમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં પહોંચી ગયા છે. આ સફળતા સાથે હવે તેઓે દિલ્હી કેપિટલ્સના ઑપનર બેટ્સમેન શિખર ધવન પાસેથી ઑરેન્જ કેપ મેળવી લીધી છે. ડુપ્લેસિસએ બુધવારે અરુણ જેટલી સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 38 બોલમાં 56 રન બનાવ્યા હતાં.

વધુ વાંચો:ચેન્નઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું

રાશિદ ખાન પણ છે પર્પલ કેપની રેસમાં

હવે આ સિઝનમાં તેણે 270 રન બનાવ્યા છે જે શિખર ધવનના રનથી 5 રન વધારે છે. ધવન 20 એપ્રિલથી આ સિઝનના ટોપ સ્કોરર રહ્યાં છે. હૈદરાબાદની સામે 75 રનની ઇનિંગ રમીને ડુપ્લેસિસ ટીમના સાથી ઋતુરાજ ગાયકવાડ સાથે ટૉપ 10માં આવી ગયો છે. આ સાથે હૈદરાબાદના રાશિદખાન પર્પલ કેપની રેસમાં ટોપ 3માં પહોંચી ગયા છે. તેણે બુધવારે ચેન્નઇ સામે 3 વિકેટ લીધી છે. બેંગ્લોરના હર્ષલ પટેલ 17 વિકેટ સાથે ટૉપ પર છે અને તેમની પાસે પર્પલ કેપ છે. દિલ્હી કેપિટલ્સના આવેશખાન બીજા નંબર પર છે.

વધુ વાંચો:IPL-2021ની 22મી મેચમાં RCBએ DCને 1 રનથી હરાવ્યું

ABOUT THE AUTHOR

...view details