- રોહિત વિરાટ કોહલીને લઈને મોટું નિવેદન આપ્યું
- રોહિત કહ્યું કે, વિરાટ જેવા બેટ્સમેનની હંમેશા જરૂર
- ટેસ્ટ શ્રેણીમાં કોહલી હજુ પણ કેપ્ટન
નવી દિલ્હી: ભારતના નવા ODI કેપ્ટન રોહિત શર્માએ(ODI Captain of India) ગુરુવારે કહ્યું કે, વિરાટ કોહલી જેવા ગુણવત્તાયુક્ત બેટ્સમેનની ટીમમાં હંમેશા જરૂર હોય છે. જે દરેક પરિસ્થિતિમાં રમવાનો અનુભવી હોય છે. તમને જણાવી દઈએ કે, રોહિત શર્મા જે ગયા મહિને પહેલાથી જ T20 કેપ્ટન(Rohit Sharma to captain ODI team)તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, તેને હવે કોહલીની જગ્યાએ ભારતનો નવો ODI કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જો કે, દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી માટે ટેસ્ટ શ્રેણીમાં કોહલી હજુ પણ કેપ્ટન(South Africa Test Series Captain) છે, જેમાં રોહિત તેનો ઉપ-કેપ્ટન રહેશે.
કોહલી જેવા ક્વોલિટી બેટ્સમેનની ટીમમાં હંમેશા જરૂર
રોહિતે યુટ્યુબ પર 'બેકસ્ટેજ વિથ બોરિયા' કાર્યક્રમમાં કહ્યું, "કોહલી જેવા ક્વોલિટી બેટ્સમેનની ટીમમાં હંમેશા જરૂર હોય છે. T20 ફોર્મેટમાં 50થી વધુની સરેરાશ અસાધારણ છે. સ્વાભાવિક છે કે કોહલીએ અનુભવ સાથે બેટિંગ કરી છે અને ઘણી વખત ભારતને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢ્યું છે.