નવી દિલ્હી:ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી ઈજાને કારણે દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાંથી (Second Test Against South Africa) બહાર થઈ ગયો હતો, ત્યારબાદ કે.એલ.રાહુલે ટીમની કમાન સંભાળી હતી. રાહુલની કેપ્ટન તરીકે નિમણૂક કરવાના નિર્ણયને સોશિયલ મીડિયા પર ક્રિકેટરો અને ચાહકો તરફથી મિશ્ર પ્રતિસાદ (Netizens React to Kohlis Absence) મળ્યો હતો, જેમાં કેટલાકે નિર્ણાયક ટેસ્ટમાં કોહલીની ગેરહાજરી અંગે શોક વ્યક્ત કર્યો હતો, જ્યારે અન્ય લોકોએ તેના સાહસિક નિર્ણય માટે ભારતીય મેનેજમેન્ટની પ્રશંસા કરી હતી.
કેપટાઉનમાં શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચમાં તેની 100મી ટેસ્ટ રમતા જોવા મળી શકે છે
ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઈરફાન પઠાણે (Former fast bowler Irfan Pathan) ટ્વિટર પર લખ્યું, "હાલના ફોર્મને ધ્યાનમાં લીધા વિના, કોહલીનું ન રમવું એ માત્ર એક ખેલાડી તરીકે જ નહીં પરંતુ એક આક્રમક કેપ્ટન તરીકે પણ દક્ષિણ આફ્રિકા માટે ખૂબ પ્રોત્સાહન છે." કોહલી જે લાંબા સમયથી મોટી ઇનિંગ્સ રમી શક્યો નથી. ત્યારે તે કેપટાઉનમાં શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચમાં તેની 100મી ટેસ્ટ રમતા જોવા મળી શકે છે.
એક ચાહકે ટ્વીટ કર્યું કે BCCIએ વિરાટ વિશે પૂછપરછ કરી
ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL) ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટ્વિટર પર લખ્યું, "ઇજાએ કેપ્ટન કોહલીને બીજી ટેસ્ટમાંથી બહાર કરી દીધો. કિંગ કોહલીના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા. આશા છે કે તમે ત્રીજી ટેસ્ટમાં રમશો." તો એક ચાહકે ટ્વીટ કર્યું કે, "વિરાટ કોહલી દુખી છે. BCCIએ તેના વિશે પૂછપરછ કરી છે."