બ્રિજટાઉનઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજથી શરૂ થઈ રહેલી 3 વનડે શ્રેણીમાં ભારતનો ઝડપી બોલર મોહમ્મદ સિરાજ નહીં રમે. તે ભારત પરત આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, મોહમ્મદ સિરાજને ત્રણ મેચની વનડે શ્રેણીમાં આરામ આપવામાં આવી રહ્યો છે, જેથી તે એશિયા કપ માટે ફિટ થઈ શકે અને નવા ખેલાડીઓને વધુમાં વધુ તક આપીને અજમાવી શકાય.
જાણો કોને મળશે તક:ક્રિકેટ વેબસાઈટ ક્રિકઈન્ફો તરફથી મળેલી માહિતી મુજબ, મોહમ્મદ સિરાજને આરામ આપીને ટીમ મેનેજમેન્ટ જયદેવ ઉનડકટ, શાર્દુલ ઠાકુર, મુકેશ કુમાર અને ઉમરાન મલિક જેવા બોલરોને અજમાવવા માંગે છે. સાથે જ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ બોલિંગની મહત્તમ તક આપવા માંગે છે, જેથી તેનું પ્રદર્શન જોઈ શકાય.
વેસ્ટ ઈન્ડિઝ સામેની 2 ટેસ્ટમાં પ્રદર્શન: સિરાજને કેરેબિયન પ્રવાસમાં ટી20 મેચોમાં પણ તક આપવામાં આવી નથી. સિરાજે વેસ્ટ ઈન્ડિઝ સામેની 2 ટેસ્ટમાં 7 વિકેટ લીધી છે, જેમાં પોર્ટ-ઓફ-સ્પેન ખાતે સપાટ ટ્રેક પર પ્રથમ દાવમાં 5 વિકેટનો સમાવેશ થાય છે, જેના કારણે વેસ્ટ ઈન્ડિઝની બેટિંગ પ્રથમ દાવમાં જલ્દી ધરાશાઈ થઈ ગઈ હતી.