ગુજરાત

gujarat

By

Published : Jul 8, 2021, 9:19 AM IST

ETV Bharat / sports

ICC T20 International Rankingમાં કે.એલ. રાહુલને થયો ફાયદો, વિરાટ કોહલી પાંચમા સ્થાને યથાવત્

હાલમાં જ ICC ટી20 ઈન્ટરનેશનલ રેન્કિંગની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અત્યારે ICC ટી20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં પાંચમા સ્થાને યથાવત છે. તો ભારતના વિકેટકિપર અને બેટ્સમેન કે. એલ. રાહુલ એક ક્રમાંક નીચે એટલે કે છઠ્ઠા સ્થાન પર પહોંચી ગયો છે. તો જોઈએ કોણ કેટલા રેન્ક સાથે કયા ક્રમાંકે છે.

ICC T20 International Rankingમાં કે.એલ. રાહુલને થયો ફાયદો, વિરાટ કોહલી પાંચમા સ્થાને યથાવત્
ICC T20 International Rankingમાં કે.એલ. રાહુલને થયો ફાયદો, વિરાટ કોહલી પાંચમા સ્થાને યથાવત્

  • ICC ટી20 ઈન્ટરનેશનલ રેન્કિંગની કરવામાં આવી જાહેરાત
  • ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પાંચમા સ્થાને યથાવત્
  • ભારતીટ ક્રિકેટ ટીમનો વિકેટકિપર કે.એલ. રાહુલ છઠ્ઠા ક્રમાંકે પહોંચ્યો

ન્યૂઝ ડેસ્કઃહાલમાં જ ICC ટી20 ઈન્ટરનેશનલ રેન્કિંગ (ICC T20 International Ranking)ની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Indian cricket team captain Virat Kohli) અત્યારે ICC ટી20 ઈન્ટરનેશનલ રેન્કિંગ (ICC T20 International Ranking)માં પાંચમા સ્થાને યથાવત છે. તો ભારતના વિકેટકિપર અને બેટ્સમેન કે. એલ. રાહુલ (India's wicketkeeper and batsman K. L. Rahul) એક ક્રમાંક નીચે એટલે કે છઠ્ઠા સ્થાન પર પહોંચી ગયો છે. તો જોઈએ કોણ કેટલા રેન્ક સાથે કયા ક્રમાંકે છે. વિરાટ કોહલીના 762 પોઈન્ટ છે. તો ઈંગ્લેન્ડના ડેવિટ મલાન (888 પોઈન્ટ), ઓસ્ટ્રેલિયાના લિમિટેડ ઓવરના કેપ્ટન ઓરાન ફિન્ચ (830 પોઈન્ટ), પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ (828 પોઈન્ટ) અને ન્યૂ ઝિલેન્ડના બેટ્સમેન ડેવોન કોન્વે (774 પોઈન્ટ)થી પાછળ છે.

આ પણ વાંચો-MS Dhoni Birthday: 'રાંચીના રાજકુમાર' એવા ધોનીને જન્મદિવસની શુભેચ્છા

કોહલી અને રાહુલ ટોપ 10માં શામેલ 2 ભારતીય બેટ્સમેન

રાહુલ 743 પોઈન્ટથી છઠ્ઠા ક્રમાંક પર છે અને ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ (Australian all-rounder Glenn Maxwell) એક ક્રમાંકની છલાંગ લગાવી 7મા સ્થાન પર પહોંચ્યો છે. તો કોહલી અને રાહુલ ટોપ 10માં શામેલ 2 ભારતીય બેટ્સમેન છે. કોઈ પણ ભારતીય ખેલાડી ટી20 ઈન્ટરનેશનલ રેન્કિંગના (ICC T20 International Ranking) બોલર્સ અને ઓલરાઉન્ડરની ટોપ 10 યાદીમાં સામેલ નથી. વન-ડે રેન્કિંગમાં કોહલી અને વાઈસ કેપ્ટન રોહિત શર્મા ટોપ 5માં યથાવત છે અને આઝમ પછી ક્રમશઃ બીજા અને ત્રીજા સ્થાન પર છે.

આ પણ વાંચો-RIP Legend: આઝાદી પછી ભારતને પહેલી વખત હોકીમાં ગોલ્ડ મેડલ અપાવનારા ખેલાડી કેશવ દત્તનું, 95 વર્ષની વયે નિધન

રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ટર્સની યાદીમાં નવમા સ્થાને

ટોપ ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ટોપ 10માં સામેલ છે અને તે પણ એક ક્રમાંક ખસીને છઠ્ઠા ક્રમાંક પર પહોંચ્યો છે. જ્યારે રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ટર્સની યાદીમાં નવમા સ્થાને છે. ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ક્રિસ વોક્સ શ્રીલંકા સામે ત્રણ મેચની ICC પુરૂષ ક્રિકેટ વર્લ્ડ કપ લીગ સિરીઝમાં શાનદાર પ્રદર્શનના કારણે પોતાના કરિયરની સર્વશ્રેષ્ઠ ત્રીજી રેન્કિંગ પર પહોંચ્યો છે. તો ઈંગ્લેન્ડના અન્ય ઝડપી બોલર ડેવિડ વિલી અને ટોમ કુરેનને પણ તાજ રેન્કિંગ અપડેટમાં ફાયદો થયો છે. વિલી 13 ક્રમાંકની છલાંગ લગાવી 37મા અને કુરેન 20 ક્રમાંકની છલાંગના ફાયદાથી 68મા સ્થાન પર છે.

ABOUT THE AUTHOR

...view details