સુરત:IPL ના ખેલાડીઓ જે જર્સી અને ટ્રેકપેન્ટમાં જોવા મળી રહ્યા છે તેનું કાપડ સુરતમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ કાપડ જ્યુરિક મટીરીયલ તરીકે ઓળખાય છે. આ પોલિસ્ટર કાપડ હોય છે. પરંતુ તેની ખાસિયત છે કે આ ગરમીમાં પણ ખેલાડીના પરસેવાથી ભીંજાયને ભારે થતું નથી અને બંને સાઈડથી આ કાપડ ખૂબ જ સ્ટ્રેચેબલ હોય છે. IPL ના ખેલાડીઓ જે જર્સી પહેરી રહ્યા છે તેના કાપડનું ઉત્પાદન સુરતમાં થયું છે. સુરતમાં તૈયાર આ કાપડની ડિમાન્ડ હાલ સ્પોર્ટ્સ ક્ષેત્રમાં સૌથી વધારે છે. સુરતના વેપારી વિષ્ણુ અગ્રવાલ દ્વારા IPL ટીમના ખેલાડીઓ માટે આ કાપડ મોકલવામાં આવ્યું હતું. આ કાપડ પર ડિજિટલ પ્રિન્ટ અને ગારમેન્ટિંગ ત્યાર પછી કરવામાં આવે છે.
100 ટકા પોલિએસ્ટર:કાપડના વેપારી વિષ્ણુ અગ્રવાલે જણાવ્યું હતું કે આ કાપડ સંપૂર્ણ રીતે ડ્રાયફિટ તરીકે ઓળખાય છે. આ સ્ટ્રેચેબલ હોય છે. બંને તરફથી આ કાપડ સ્ટ્રેચ કરી શકાય છે. આ કાપડની ખાસિયત છે કે જ્યારે ખેલાડી દોડે છે ત્યારે કાપડ તેના શરીર પર ફીટ હોય છે અને સ્ટ્રેચેબલ પણ હોય છે. બીજી બાજુ જ્યારે ખેલાડી રમે છે ત્યારે તેને પરસેવો થાય છે. ગરમીમાં પરસેવો વધારે થાય છે ત્યારે તેને એબ્સોર્બ કરવા માટે અમે વીકીંગ કરીને જે કાપડ હોય છે જેને અમે ડ્રાય ફિટ તરીકે ઓળખીએ છીએ તે વાપરવામાં આવે છે. જેના કારણે કાપડ પરસેવાથી ભારે નથી થતું. પોલિસ્ટર કાપડના કારણે આ લાઈટ વેટ થઈ ગયું છે. કોટનમાં પરસેવાના કારણે કાપડ ભારે થઈ જતું હતું. પરંતુ પોલિસ્ટરના કારણે આ સમસ્યા થતી નથી. હાલ સ્પોટ્સ વેરમાં જે પણ કાપડનું વપરાશ થઈ રહ્યું છે તે તમામ 100 ટકા પોલિસ્ટર છે.
આ પણ વાંચોIPL 2023: આ છે 12 ખેલાડીઓની સંપૂર્ણ યાદી જે IPL 2023માંથી બહાર થશે, આ ટીમોને લાગ્યો ઝટકો