ગુજરાત

gujarat

ETV Bharat / sports

IPL 2023 : બેંગ્લુરુ સામે કોલકત્તા નાઈટ રાઈડર્સનો 21 રને વિજય - RCB VS KKR MATCH PREVIEW

કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે આઈપીએલ 2023ની મેચ રમાઈ હતી.. કોલકત્તા નાઈટ રાઈડર્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા હતા. અને તેના જવાબનાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 179 રન બનાવ્યા હતા. આમ કોલકત્તાનો 21 રને વિજય થયો હતો.

Etv BharatIPL 2023
Etv BharatIPL 2023

By

Published : Apr 26, 2023, 3:25 PM IST

Updated : Apr 26, 2023, 11:50 PM IST

બેંગલુરુ: કોલકાતા નાઈટ રાઈડર્સ પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે. કોલકાતાએ આ સિઝનમાં તેની 7 મેચમાં માત્ર 2 મેચ જીતી છે. જ્યારે 5ને હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ બેંગ્લોર 7માંથી 4 મેચ જીતીને પાંચમા સ્થાને છે. RCBએ તેની છેલ્લી મેચમાં રાજસ્થાન રોયલ્સને 7 રનથી હરાવ્યું છે. જ્યારે કોલકાતાએ આ સિઝનમાં આરસીબીને હરાવ્યું છે. વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કમાન સંભાળી રહ્યો છે. જ્યારે કોલકાતાની કપ્તાની નીતિશ રાણા પાસે છે.

200 રનનો લક્ષ્યાંક: KKRએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા હતા. આરસીબીને જીતવા માટે 201 રનની જરૂર છે. કેકેઆરની બેટિંગ દરમિયાન આરસીબીના બોલરો વિકેટ માટે ઝંખતા જોવા મળ્યા હતા. KKR માટે જેસન રોયે 29 બોલમાં 56 રન, નીતીશ રાણાએ 21 બોલમાં 48 રન, વેંકટેશ અય્યરે 26 બોલમાં 31 રન અને નારાયણ જગદીશને 29 બોલમાં 27 રન બનાવ્યા હતા. આરસીબી તરફથી વાનિન્દુ હસરંગાએ 4 ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ, વિજયકુમારે 4 ઓવરમાં 41 રન આપીને 2 વિકેટ અને મોહમ્મદ સિરાજે 4 ઓવરમાં 33 રન આપીને 1 વિકેટ લીધી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની બેટિંગઃવિરાટ કોહલી(કેપ્ટન) 37 બોલમાં 6 ચોક્કા સાથે 54 રન કર્યા હતા. ડુ પ્લેસીસ 7 બોલમાં 17 રન, શાહબાઝ અહેમદ 5 બોલમાં 2 રન, ગ્લેન મેક્સવેલ 4 બોલમાં 5 રન, મહિપાલ લોમરોર 18 બોલમાં 34 રન, દિનેશ કાર્તિક(વિકેટ કિપર) 18 બોલમાં 22 રન, સુયાસ પ્રભુદેસાઈ 9 બોલમાં 10 રન, વનિન્દુ હાસરંગા 4 બોલમાં 5 રન, ડેવિડ વિલે 10 બોલમાં 11 રન(નોટ આઉટ) અને વિજયકુમાર 8 બોલમાં 13 રન(નોટ આઉટ) બનાવ્યા હતા. ટીમને 6 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા હતા.

કોલકત્તા નાઈટ રાઈડર્સની બોલીંગઃ વૈભવ અરોરા 2 ઓવરમાં 22 રન, ઉમેશ યાદવ 1 ઓવરમાં 19 રન, સુયાસ શર્મા 4 ઓવરમાં 30 રન આપી 2 વિકેટ ઝડપી હતી. વરૂણ ચક્રવર્તી 4 ઓવરમાં 27 રન આપી 3 વિકેટ લીધી હતી. આન્દ્રે રસલ 4 ઓવરમાં 29 રન આપી 2 વિકેટ લીધી હતી. સુનીલ નારિન 4 ઓવરમાં 41 રન અને નિતિશ રાના 1 ઓવરમાં 8 રન આપ્યા હતા.

પોઈન્ટસ્ ટેબલ (IPL 2023 Points Table)પ્રથમ નંબરે ચેન્નાઈ સુપર કિંગ્સ 10 પોઈન્ટ, બીજા નંબરે ગુજરાત ટાઈટન્સ 10 પોઈન્ટ, ત્રીજા નંબરે રાજસ્થાન રોયલ્સ 8 પોઈન્ટ, ચોથા નંબરે લખનઉ સુપર જાયન્ટ્સ 8 પોઈન્ટ અને પાંચમાં નંબરે રોયલ ચેલેન્જર્સ 8 પોઈન્ટ હતા. પંજાબ કિંગ્સ 8 પોઈન્ટ, કોલકત્તા નાઈટ રાઈડર્સ 6 પોઈન્ટ, મુંબઈ ઈન્ડિયન્સ 6 પોઈન્ટ, સનરાઈઝર્સ હૈદરાબાદ 4 પોઈન્ટ અને દિલ્હી કેપિટલ્સ 4 પોઈન્ટ હતા.

KKRની ત્રીજી વિકેટ:હસરંગાની 18મી ઓવરના બીજા બોલ પર નીતીશે થર્ડ મેન તરફ સ્વીપ શોટ રમ્યો પરંતુ વિજય કુમારે કેચ પકડી લીધો. નીતિશે 21 બોલમાં 48 રન બનાવ્યા હતા. આ સાથે જ વેંકટેશ અય્યર પણ ઓવરના ચોથા બોલ પર ગ્લેન મેક્સવેલને કેચ આપીને પેવેલિયન પરત ફર્યો હતો. વેંકટેશે 26 બોલમાં 31 રન બનાવ્યા હતા.

KKRને પહેલો ફટકો:વિજયકુમાર વૈશાખની 10મી ઓવરના બીજા બોલે બાઉન્સર રમવાનો પ્રયાસ કર્યો પરંતુ ડીપ મિડવિકેટ પર ડેવિડ વિલીને કેચ આપી બેઠો. જગદીશને 29 બોલમાં 27 રન બનાવ્યા હતા. તે જ સમયે, જેસન રોય પણ ઓવરના છેલ્લા બોલ પર બોલ્ડ થયો હતો. જેસને 29 બોલમાં શાનદાર 56 રન બનાવ્યા હતા. વેંકટેશ અય્યર અને નીતિશ રાણા ક્રીઝ પર હાજર છે.

KKRની શરૂઆત સારી રહી છે. જેસન રોય અને જગદીશને મળીને 33 બોલમાં 50 રનની ભાગીદારી નોંધાવી હતી. આ સાથે જ જગદીશને પણ 22 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. 8 ઓવર પછી સ્કોર 75/0

જેસન રોય અને નારાયણ જગદીશન કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ઓપનિંગ કરવા ઉતર્યા. બેંગ્લોર તરફથી પ્રથમ ઓવર મોહમ્મદ સિરાજે ફેંકી હતી. 2 ઓવર પછી સ્કોર 13/0

RCBએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું.

RCB ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), મહિપાલ લોમરોર, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), વનિન્દુ હસરંગા, સુયશ પ્રભુદેસાઈ, વિજયકુમાર વૈશાખ, ડેવિડ વિલી, મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ.

ઈમ્પેક્ટ પ્લેયર્સ: ફાફ ડુપ્લેસી, ફિન એલન, આકાશ દીપ, કર્ણ શર્મા, અનુજ રાવત.

KKR ટીમ:જેસન રોય, એન જગદીશન (wk), વેંકટેશ ઐયર, નીતિશ રાણા (c), ડેવિડ વિઝા, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી, ઉમેશ યાદવ, સુનીલ નારાયણ.

ઈમ્પેક્ટ પ્લેયર્સ: મનદીપ સિંહ, લિટન દાસ, સુયશ શર્મા, કુલવંત ખેજરોલિયા, સુયશ શર્મા.

ફિટનેસ KKR માટે ચિંતાનો વિષય:છેલ્લી મેચમાં જેસન રોય અને રિંકુ સિંહે અડધી સદી ફટકારી હતી પરંતુ આ બે સિવાય અન્ય કોઈ બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. આન્દ્રે રસેલ પણ ફિનિશર તરીકેની તેમની ભૂમિકાને અનુરૂપ ન રહી શક્યો. તેની ફિટનેસ પણ KKR માટે ચિંતાનો વિષય છે કારણ કે તે આ સિઝનમાં એકવાર પણ ચાર ઓવરનો પોતાનો ક્વોટા પૂરો કરી શક્યો નથી. કેકેઆરએ આ સિઝનની શરૂઆતમાં RCBને 81 રનથી હરાવ્યું હતું અને તે મેચમાંથી પ્રેરણા લેશે. જો કે, છેલ્લી મેચમાં રાજસ્થાન રોયલ સામે RCBની સાત રને જીતથી તેમનું મનોબળ વધ્યું હશે અને તેઓ તેમના વિજય અભિયાનને ચાલુ રાખવા માટે કોઈ કસર છોડશે નહીં.

આ પણ વાંચો:IPL 2023 : હૈદરાબાદ સામે દિલ્હી કેપિટલ્સ ભારે રસાકસી વચ્ચે 7 રને વિજયી

RCBનો મિડલ ઓર્ડર નિષ્ફળ:ફાફ ડુપ્લેસીની આગેવાની હેઠળની RCB ટીમ અત્યાર સુધી 7માંથી 4 મેચ જીતી છે અને 5મા સ્થાને છે. તેની ટીમના કેટલાક ખેલાડીઓએ અત્યાર સુધી આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ડુ પ્લેસિસ અત્યારે સારા ફોર્મમાં છે અને તેણે વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલ સાથે ઉપયોગી ભાગીદારી બનાવી છે. જોકે, RCB માટે એ ચિંતાનો વિષય હશે કે આ ત્રણ બેટ્સમેનોએ પોતાની ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા છે જ્યારે બાકીના બેટ્સમેનો મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા છે. KKR સામે, તે માત્ર મિડલ ઓર્ડરના બેટ્સમેન પાસેથી ઉપયોગી યોગદાનની અપેક્ષા રાખશે. તેના મિડલ ઓર્ડરમાં દિનેશ કાર્તિક, મહિપાલ લોમરોર, શાહબાઝ અહેમદ અને સુયશ પ્રભુદેસાઈ જેવા બેટ્સમેન છે.

બંન્ને ટીમોનું મજબુત પાસુ: બોલરોમાં, મોહમ્મદ સિરાજ તેની કારકિર્દીના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં છે અને તેણે વર્તમાન IPL સેગમેન્ટમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વિકેટ લીધી છે. સિરાજને પાર્નેલ અને હર્ષલ પટેલ સારો સાથ આપી રહ્યા છે. શ્રીલંકાના સ્પિનર ​​વાનિન્દુ હસરંગાના આગમનથી ટીમની બોલિંગ મજબૂત બની છે. KKRના સ્પિનરો વરુણ ચક્રવર્તી, સુયશ શર્મા અને નરિન ફરી એ જ પ્રદર્શનનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરશે. મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.

Last Updated : Apr 26, 2023, 11:50 PM IST

ABOUT THE AUTHOR

...view details