ધર્મશાલા:IPL 2023ની 66મી મેચ પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ધર્મશાલા મેદાનમાં રમાઈ હતી. પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ કવોલીફાય થવા માટે જીતવા કમર કસી હતી. પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 187 રનનો સ્કોર કર્યો હતો. અને રાજસ્થાન રોયલ્સને જીત માટે 188 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જો કે રાજસ્થાન રોયલ્સે 19.4 ઓવરમાં જ 189 રન બનાવી લીધા હતા. અને 4 વિકેટથી જીત હાંસલ કરી લીધી હતી. રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં પાંચમાં ક્રમાંકે આવી ગયું હતું. જો કે પ્રિતિ ઝિન્ટાની ટીમ પંજાબ કિંગ્સ આઈપીએલ 2023ની સીઝનમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી.
પંજાબ કિંગ્સની બેટિંગઃ પ્રભસિમરન 2 બોલમાં 2 રન, શિખર ધવન(કેપ્ટન) 12 બોલમાં 17 રન, અથર્વા ટેઈડ 12 બોલમાં 19 રન, લિવિગ્સ્ટન 13 બોલમાં 9 રન, જિતેશ શર્મા(વિકેટ કિપર) 28 બોલમાં 44 રન, સામ કુરન 31 બોલમાં 49 રન(નોટ આઉટ) અને શાહરૂખ ખાન 23 બોલમાં 41 રન(નોટઆઉટ) બનાવ્યા હતા. ટીમને 6 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ પંજાબે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 187 રન બનાવ્યા હતા.
રાજસ્થાન રોયલ્સની બોલીંગઃ બોલ્ટ 4 ઓવરમાં 35 રન આપી 1 વિકેટ લીધી હતી. સનદીપ શર્મા 4ઓવરમાં 46 રન આપ્યા હતા. નવદીપ સૈઈની 4 ઓવરમાં 26 રન આપી 1 વિકેટ લીધી હતી. ચહલ 4ઓવરમાં 40 રન આપ્યા હતા.
રાજસ્થાન રોયલ્સની બેટિંગઃ યશસ્વી જયસ્વાલ 36 બોલમાં 8 ચોક્કા ફટકારીને 50 રન બનાવ્યા હતા. જોશ બટલર 4 બોલમાં શૂન્ય રને આઉટ થયા હતા. દેવદત્ત પડિક્કલ 30 બોલમાં 5 ચોક્કા ને 3 સિક્સ ફટકારીને 51 રન બનાવ્યા હતા. સંજુ સેમસન(કેપ્ટન અને વિકેટ કિપર) 3 બોલમાં 2 રન બનાવ્યા હતા. રિયાન પરાગ 12 બોલમાં 20 રન બનાવ્યા હતા. શિમરન હેટમાયર 28 બોલમાં 4 ચોક્કા ને 3 સિક્સ ફટકારીને 46 રન બનાવ્યા હતા. ધ્રુવ જુરેલ4 બોલમાં 10 રન અને ટ્રેન્ડ બોલ્ટ 2 બોલમાં 1 રન બનાવ્યો હતો. ટીમને 9 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ રાજસ્થાન રોયલ્સે 19.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 189 રન બનાવી લીધા હતા. અને ટીમ 4 વિકેટથી જીતી ગઈ હતી.
પંજાબ કિંગ્સની બોલીંગઃ સામ કુરન 4 ઓવરમાં 46 રન આપી 1 વિકેટ લીધી હતી. કગિસો રબાડા 4 ઓવરમાં 40 રન આપી 2 વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહ 4 ઓવરમાં 40 રન આપી 1 વિકેટ લીધી હતી. નાથન એલિસ 4 ઓવરમાં 34 રન આપી 1 વિકેટ ઝડપી હતી. રાહુલ ચાહર 3.4 ઓવરમાં 28 રન આપી 1 વિકેટ લીધી હતી.
પોઈન્ટ્સ ટેબલ (IPL 2023 Points Table)ગુજરાત ટાઈટન્સ 18 પોઈન્ટ સાથે પ્રથમ નંબરે રહ્યું હતું. બીજા નંબરે ચેન્નાઈ સુપર કિંગ્સના 15 પોઈન્ટ, ત્રીજા નંબરે લખનઉ સુપર જાયન્ટ્સના 15 પોઈન્ટ, ચોથા નંબરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના 14 પોઈન્ટ અને પાંચમાં નંબરે રાજસ્થાન રોયલ્સના 14 પોઈન્ટ હતા. મુંબઈ ઈન્ડિયન્સના 14 પોઈન્ટ, કોલકત્તા નાઈટ રાઈડર્સના 12 પોઈન્ટ, પંજાબ કિંગ્સના 12 પોઈન્ટ(ઈ), દિલ્હી કેપિટલ્સના 10 પોઈન્ટ(ઈ) અને સનરાઈઝર્સ હૈદરાબાદના 8 પોઈન્ટ(ઈ) હતા.
કુલ 3 ટીમ સીઝનમાંથી બહારઃ IPL 2023 ની વર્તમાન સીઝનમાંથી પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ બહાર ફેંકાઈ ગયા છે. આ ત્રણેય ટીમ સત્તાવાર રીતે એલિમનેટ થઈ ગઈ છે.
પંજાબ કિંગ્સે આપ્યો 187 રનનો લક્ષ્યાંક: ધર્મશાલા મેદાનમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 5 વિકેટના નુકસાને 187 રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા જીતેશ શર્માએ 44 રનની ઇનિંગ રમી હતી. પંજાબ કિંગ્સ તરફથી સેમ કરન 49 રન અને શાહરૂખ ખાન 41 રન બનાવીને નોટઆઉટ રહ્યા હતા. છેલ્લી ઓવરમાં માત્ર આ બંનેની તોફાની બેટિંગના આધારે પંજાબ કિંગ્સ 187 રનનો જંગી સ્કોર બનાવી શકી હતી. રાજસ્થાન તરફથી નવદીપ સૈનીએ 3 વિકેટ ઝડપી હતી.