ગુજરાત

gujarat

ETV Bharat / sports

મુંબઇ સામે મેચ જીતવવાના ઇરાદે મેદાનમાં ઉતરશે સનરાઇઝર્સ હૈદરાબાદ - સનરાઇઝર્સ હૈદરાબાદ

હવે એ જોવું રસપ્રદ રહેશે કે હૈદરાબાદની ટીમ આ મેચમાં ન્યૂઝીલેન્ડના ખેલાડી કેન વિલિયમ્સનને મેદાનમાં ઉતારશે કે નહીં. પહેલી બંને મેચમાં આ ખેલાડીને ટીમમાં જગ્યા મળી ન હતી.

મુંબઇ સામે મેચ જીવતવાના ઇરાદે મેદાનમાં ઉતરશે સનરાઇઝર્સ હૈદરાબાદ
મુંબઇ સામે મેચ જીવતવાના ઇરાદે મેદાનમાં ઉતરશે સનરાઇઝર્સ હૈદરાબાદ

By

Published : Apr 17, 2021, 12:48 PM IST

  • જીતના ઇરાદે મેદાનમાં ઉતરશે હૈદરાબાદ
  • બે મેચમાં સતત મળી છે હાર
  • ચૈન્નઇની પીચમાં પ્રથમ બેટિંક કરનારને મળશે ફાયદો

ચૈન્નઇ: IPLની આ સિઝનના પહેલી બન્ને મેચ હાર્યા બાદ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ શનિવારે મુંબઇ ઇન્ડિયન્સની સામેની મેચમાં સારું પ્રદર્શન કરવા ઇચ્છે છે. હૈદરાબાદ કે જે પોતાના બન્ને મેચ હારી ચુકી છે જ્યારે મુંબઇ બે માંથી એક મેચ જીતી છે. હવે જોવું એ રસપ્રદ રહેશે કે હૈદરાબાદની ટીમ આ મેચમાં ન્યૂઝીલેન્ડના બેટ્સમેન કેન વિલિયમ્સનને મેચમાં ઉતારશે કે નહીં. આ ક્રિકેટરને પહેલી બન્ને મેચમાં ટીમમાં સમાવવામાં આવ્યો ન હતો. રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેના મેચમાં હૈદરાબાદની શરૂઆતની બેટિંગ તો સારી હતી પણ ખરાબ બેટિંગ પ્રદર્શનના કારણે જે મેચ તેઓ જીતી શક્યા હોત તે હારી ગયા હતાં. વિલિયમ્સનો ટીમમાં સમાવેશ કરવાની માંગ ઉઠી છે. પૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગ અને સંજય માંજરેકરે હૈદરાબાદની સારી બેટિંગ લાઇનઅપ માટે વિલિયમ્સનને ટીમમાં સમાવવાની વાત કરી છે.

મુંબઇની બેટિંગ પણ ખાસ નથી

મુંબઇ પાસે ટ્રેંટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ જેવા બોલર્સ છે, આથી હૈદરાબાદ પાસે એવા ખેલાડી હોવા જોઇએ લાંબો સમય સુધી ક્રીઝ પર ટકી શકે. ઉપરાંત મુંબઇના મધ્ય અને અંતિમ ક્રમના બેટ્સમેન સ્પિનર રાશિદ ખાનનો સામનો કેવી રીતે કરે છે તે જોવાનું રહેશે. લાસ્ટમેચમાં મુંબઇની બેટિંગ ખાસ રહી ન હતી પણ તેમના મિડલ અને લાસ્ટ બેટિંગ ઑડર્રમાં એવા ખેલાડીઓ છે જેઓ સારા શોટ્સ રમવાની ક્ષમતા રાખે છે. મુંબઇની બેટિંગ બંને મેચમાં ખરાબ રહી હતી. મુંબઇ બેંગ્લોર સામે તો હાર્યું હતું જ્યારે કોલકત્તાના સામેની મેચમાં હૈદરાબાદ માંડ જીત્યું હતું. આ મેચમાં એ પણ જોવું રસપ્રદ હશે કે હૈદરાબાદની ટીમ બોલર સંદીપ શર્માને ઝડપથી બોલિંગમાં ઉતારશે કે નહીં જે બોલને સારી રીતે સ્વિંગ કરાવી શકે છે. બેંગ્લોરની સામે ભુવનેશ્વર કુમાર અને જેસન હોલ્ડરે સારી બોલિંગ કરી હતી. ચૈન્નઇની પીચમાં સ્પિનર્સને ઘણી મદદ મળી રહે છે. આ પીચ પર પહેલાં બેટિંગ કરનાર ટીમને વધારે ફાયદો રહે છે.

વધુ વાંચો:IPL 2021:કિંગ્સ પર ભારે સુપરકિંગ્સ, ધોની સેનાની પહેલી જીત

મુંબઇ ઇન્ડિયન્સ: રોહિત શર્મા(કેપ્ટન), એડમ મિલને, આદિત્ય તારે, અનમોલપ્રીત સિંહ, અનુકૂલ રૉય, અર્જૂન તેંદુલકર, ક્રિસ લિન, ધવલ કુલકર્ણી, હાર્દિક પંડ્યા, ઇશાન કિશન(વિકેટ કીપર), જેમ્સ નીશમ, જસપ્રીત બુમરાહ, જયંત યાદવ, કિરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, માર્કો જાનસેન, મોહસિન ખાન, નાથન કોલ્ટર નાઇલ, પિયૂષ ચાવલા, ક્કિટન ડી કૉક( વિકેટ કીપર) રાહુલ ચાહર, સૌરભ તિવારી, સૂર્યકુમાર યાદવ, ટ્રેંટ બોલ્ટ અને યુદ્ધવીર સિંહ.

વધુ વાંચો:જામનગરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો

સનરાઇઝર હૈદારાબાદ: ડેવિડ વોર્નર(કેપ્ટન), અભિષેક શર્મા, બાસિલ થામ્પી, ભુવનેશ્વર કુમાર, જૉની બેયરસ્ટો(વિકેટ કીપર),કેન વિલિયમ્સન, મનીષ પાંડે, મહોમ્મદ નબી, રાશિદ ખાન, સંદીપ શર્મા, શાહબાઝ નદીમ, શ્રી વત્સ ગોસ્વામી, સિદ્ધાર્થ કૌલ, ખલીલ અહેમદ, ટી. નટરાજન, વિજય શંકર રિદ્ધિમાન સાહા(વિકેટ કીપર), અબ્દુલ સમદ,જેસન રૉય,જેસન હોલ્ડર, પ્રિયમ ગર્ગ, વિરાટ સિંહ, કેદાર જાદવ, મુજીબ ઉર રહમાન અને જે.સુચિત.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details