અમદાવાદ:અગાઉની મેચમાં પંજાબ કિંગ્સ સામે રોમાંચક જીત નોંધાવ્યા પછી, ગુજરાત ટાઇટન્સ રાજસ્થાન રોયલ્સ સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમી હતી. અત્યાર સુધીમાં, હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સે સંજુ સેમસનની આગેવાની હેઠળની રોયલ્સ સામેની ત્રણેય મેચ જીતી છે. ગુજરાત ટાઈટન્સે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા હતા. અને રાજસ્થાન રોયલ્સને જીતવા માટે 178 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે 19.2 ઓવરમાં 7 વિકેટના નુકસાને 179 રન બનાવ્યા હતા. આમ રાજસ્થાન રોયલ્સે 3 વિકેટથી જીત મેળવી હતી.
ગુજરાત ટાઈટન્સની પ્રથમ બેટિંગઃસાહા(વિકેટ કિપર) 3 બોલમાં 4 રન, શુભમન ગિલ 34 બોલમાં 45 રન, સાંઈ સુદર્શન 19 બોલમાં 20 રન, હાર્દિક પંડ્યા(કેપ્ટન) 19 બોલમાં 28 રન, મિલર 30 બોલમાં 46 રન, અભિનવ મનોહર 13 બોલમાં 27 રન, રાહુલ તેવટિયા 1 બોલમાં 1 રન(નોટ આઉટ), રાશિદ ખાન 1 બોલમાં 1 રન અને અલઝારી જોસેફ શૂન્ય બોલમાં શૂન્ય રન(નોટ આઉટ) રહ્યા હતા. ટીમને 6 રન એકસ્ટ્રા મળ્યા હતા. 20 ઓવરને અંતે સાત વિકેટ ગુમાવીને કુલ 177 રન બનાવ્યા હતા.
રાજસ્થાન રોયલ્સની બોલીંગઃ બોલ્ટ 4 ઓવરમાં 46 રન આપી 1 વિકેટ લીધી હતી. સંદીપ શર્મા 4 ઓવરમાં 25 રન આપી 2 વિકેટ ઝડપી હતી. ઝમ્પા 4 ઓવરમાં 32 રન આપીને 1 વિકેટ લીધી હતી. અશ્વિન 4 ઓવરમાં 37 રન અને ચહલ 4 ઓવરમાં 36 રન આપી 1 વિકેટ લીધી હતી.
રાજસ્થાન રોયલ્સની બેટિંગઃ યશસ્વી જયસ્વાલ 7 બોલમાં 1 રન, જોશ બટલર 5 બોલમાં શૂન્ય રન, દેવદત્ત પાડિક્કલ 25 બોલમાં26 રન, સંજુ સેમસન(કેપ્ટન અને વિકેટ કિપર) 32 બોલમાં 3 ચોક્કા અને 6 સિક્સ મારીને 60 રન બનાવ્યા હતા. રિયાન પરાગ 7 બોલમાં 5 રન, શિમરન હેટમાયર 26 બોલમાં 2 ચોક્કા અને 5 સિક્સ મારીને 56 રન(નોટ આઉટ) બનાવ્યા હતા. ધ્રુવ જુરેલ 10 બોલમાં 18 રન, રવિચંદ્રન અશ્વિન 3 બોલમાં 10 રન, અને બોલ્ટ 1 બોલમાં શૂન્ય રન(નોટ આઉટ) રહ્યા હતા. ટીમને 3 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ 19.2 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 179 રન બનાવી લીધા હતા અને 3 વિકેટથી જીત હાંસલ કરી હતી.
ગુજરાત ટાઈટન્સ બોલીંગઃ મોહંમદ સામી 4ઓવરમાં 1 મેઈડન 25 રન આપી 3 વિકેટ ઝડપી હતી.હાર્દિક પંડ્યા 4 ઓવરમાં 24 રન આપી 1 વિકેટ લીધી હતી. અલઝારી જોસેફ 3 ઓવરમાં 47 રન, રાશિદ ખાન 4 ઓવર નાંખી 46 રન આપ્યા અને 2 વિકેટ ઝડપી હતી. મોહિત શર્મા 2 ઓવરમાં 7 રન આપ્યા હતા. નૂર અહેમદ 2.2 ઓવરમાં 29 રન આપી 1 વિકેટ લીધી હતી.
પોઈન્ટ્સ ટેબલ (PointsTable)આજનીમેચના પરિણામ પછી પ્રથમ નંબરે રાજસ્થાન રોયલ્સ 8 પોઈન્ટ સાથે હતું. બીજા નંબરે લખનઉ 6 પોઈન્ટ, ત્રીજા નંબરે ગુજરાત ટાઈટન્સ 6 પોઈન્ટ, ચોથા નંબરે પંજાબ કિંગ્સ 6 પોઈન્ટ અને પાંચમાં નંબરે કોલકત્તા નાઈટ રાઈડર્સ 4 પોઈન્ટ હતા. ચેન્નાઈ સુપર કિંગ્સ 4 પોઈન્ટ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ 4 પોઈન્ટ, મુંબઈ ઈન્ડિયન્સ 4 પોઈન્ટ, સનરાઈઝર્સ હૈદરાબાદ 4 પોઈન્ટ અને દિલ્હી કેપિટલ્સ શૂન્ય પોઈન્ટ હતા.
GT vs RR LIVE : રાજસ્થાન રોયલ્સને 11મી ઓવરમાં ચોથો ઝટકો લાગ્યો હતો
ગુજરાત ટાઇટન્સના ભાલા રશીદ ખાને 11મી ઓવરના ત્રીજા બોલ પર રિયાન પરાગને 5 રન પર આઉટ કર્યો હતો. રાજસ્થાન રોયલ્સનો સ્કોર 11 ઓવર પછી (62/4)
GT vs RR LIVE : રાજસ્થાન રોયલ્સનો 10 ઓવર પછી સ્કોર (53/3)
આ મેચમાં રાજસ્થાન રોયલ્સ ગુજરાત ટાઇટન્સથી ઘણી પાછળ છે. ગુજરાત ટાઇટન્સના બોલરો રાજસ્થાનના બેટ્સમેનોને રન બનાવવાની તક આપી રહ્યા નથી. 10 ઓવરના અંતે, સંજુ સેમસન (20) અને રિયાન પરાગ (4) રન બનાવીને ક્રીઝ પર હાજર છે. રાજસ્થાન રોયલ્સને હવે જીતવા માટે 60 બોલમાં 125 રનની જરૂર છે
GT vs RR LIVE : રાજસ્થાન રોયલ્સને 9મી ઓવરમાં ત્રીજો ઝટકો લાગ્યો હતો
ગુજરાત ટાઇટન્સના સ્ટાર સ્પિનર રાશિદ ખાને 9મી ઓવરના ત્રીજા બોલ પર દેવદત્ત પડિકલને 26 રનના અંગત સ્કોર પર આઉટ કર્યો હતો. રાજસ્થાન રોયલ્સનો સ્કોર 9 ઓવર પછી (50/3)
GT vs RR LIVE : રાજસ્થાન રોયલ્સનો 5 ઓવર પછી સ્કોર (20/2)
178 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. તેણે તેના બંને ઓપનર બેટ્સમેનોની વિકેટ વહેલી ગુમાવી દીધી છે. 5 ઓવરના અંતે, દેવદત્ત પદ્દીકલ (13) અને સંજુ સેમસન (4) રન બનાવીને મેદાન પર હાજર છે.
GT vs RR LIVE : રાજસ્થાન રોયલ્સની બીજી વિકેટ ત્રીજી ઓવરમાં પડી હતી
ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ જોસ બટલરને શૂન્યના સ્કોર પર બોલ્ડ કર્યો હતો. રાજસ્થાન રોયલ્સનો સ્કોર 3 ઓવર પછી (4/2)
GT vs RR LIVE : રાજસ્થાન રોયલ્સને બીજી ઓવરમાં પહેલો ફટકો લાગ્યો હતો
હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સને પ્રથમ સફળતા અપાવી છે. બીજી ઓવરના ત્રીજા બોલ પર હાર્દિકે યશસ્વી જયસ્વાલને 1 રનના અંગત સ્કોર પર આઉટ કર્યો હતો. રાજસ્થાન રોયલ્સનો 2 ઓવર પછી સ્કોર (3/1)
GT vs RR LIVE : ગુજરાત ટાઇટન્સ 20 ઓવર પછી સ્કોર (177/7)
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સ તરફથી શુભમન ગિલે સૌથી વધુ 45 રનની ઇનિંગ રમી હતી.
GT vs RR LIVE : ગુજરાત જાયન્ટ્સને 19મી ઓવરમાં પાંચમો ઝટકો લાગ્યો હતો
રાજસ્થાન રોયલ્સના સ્પિનર એડમ ઝમ્પાએ ઝડપી બેટિંગ કરી રહેલા અભિનવ મનોહરને 27 રનના અંગત સ્કોર પર આઉટ કર્યો હતો. ગુજરાત ટાઇટન્સનો સ્કોર 19 ઓવર પછી (166/5)
GT vs RR LIVE : ગુજરાત ટાઇટન્સને 16મી ઓવરમાં ચોથો ઝટકો લાગ્યો હતો
રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર સંદીપ શર્માએ 16મી ઓવરના બીજા બોલ પર સારી બેટિંગ કરી રહેલા શુભમન ગિલને 45 રનના અંગત સ્કોર પર જોસ બટલરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ગુજરાત ટાઇટન્સ 16 ઓવર પછી સ્કોર (125/4)