- IPL-2021ના બીજા ફેઝ પર ખતરો, ટી. નટરાજન કોરોના પોઝિટિવ
- સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ પહેલા નટરાજન આવ્યો કોરોના પોઝિટિવ
- BCCIએ કહ્યું- મેચો નક્કી કરવામાં આવેલા કાર્યક્રમ પ્રમાણે રમાશે
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગના ફેઝ-2 પર કોરોના મહામારીનો ખતરો તોળાઈ રહ્યો છે. દિલ્હી કેપિટલ્સની વિરુદ્ધ થનારા મુકાબલાથી 4 કલાક 30 મિનિટ પહેલા સમાચાર આવ્યા છે કે હૈદરાબાદનો ઝડપી બોલર ટી. નટરાજન કોરોના પોઝિટિવ આવ્યો છે.
પહેલાથી નક્કી કરવામાં આવેલા કાર્યક્રમ પ્રમાણે જ રમાશે મેચો
જો કે BCCIએ કહ્યું છે કે, મેચ પહેલાથી નક્કી કાર્યક્રમ પ્રમાણે જ થશે. મેમાં અનેક ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના કોરોના પોઝિટિવ આવ્યા બાદ સીઝનને સ્થગિત કરી દેવામાં આવી હતી. ત્યારબાદ બોર્ડે લીગનો ફેઝ-2 સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં UAEમાં કરાવવાનો નિર્ણય કર્યો હતો.
સૌથી છેલ્લા નંબરે છે સનરાઇઝર્સ હૈદરાબાદ
કોરોનાના કારણે જ ટી-20 વર્લ્ડકપને પણ ભારતમાં ના યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટ IPL ફેઝ-2 બાદ UAE અને ઓમાનમાં થશે. ફેઝ-1ની પૂર્ણાહૂતિ સમયે દિલ્હીની ટીમ 8 મેચોથી 12 પોઇન્ટ્સની સાથે પોઇન્ટ્સ ટેબલમાં નંબર-1 પર હતી. તો હૈદરાબાદની ટીમ 7 મેચમાં 2 પોઇન્ટ સાથે અંતિમ સ્થાન પર હતી. ફેઝ-2 પહેલા મેચમાં ચેન્નાઈએ મુંબઈને હરાવીને દિલ્હીથી પહેલું સ્થાન છીનવી લીધું.
ડેવિડ વૉર્નર હૈદરાબાદ માટે બની શકે છે હુકમનો એક્કો
આવામાં હવે દિલ્હીની પાસે ફરીથી નંબર પર જવાની તક છે. તો સનરાઇઝર્સ હૈદરાબાદને ડેવિડ વૉર્નરથી ઘણી જ આશા છે. સનરાઇઝર્સ હૈદરાબાદે સોશિયલ મીડિયા પર મેચથી કેટલાક કલાક પહેલા વૉર્નરનો પ્રેક્ટિસ દરમિયાન શૉટ મારતો વિડીયો શેર કર્યો છે, જેનું કેપ્શન આપવામાં આવ્યું છે કે 'અમે તૈયાર છીએ.'
વધુ વાંચો:ન્યૂઝીલેન્ડની મહિલા ટીમને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી
વધુ વાંચો:ICCએ મહિલા ખેલાડીઓની રેન્કિંગમાં ભારતીય ક્રિકેટ ટીમની મિતાલી રાજ પ્રથમ સ્થાને