- હાલમાં ચાલી રહી છે મુંબઈ અને પંજાબ વચ્ચે મેચ
- મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને બોલિંગનો લીધો નિર્ણય
- બન્ને ટીમોનું IPLના બીજા ચરણમાં નબળું પર્ફોમન્સ
અબુ ધાબી: UAE માં IPLની ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) નું પર્ફોમન્સ ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. અત્યાર સુધીમાં તેમણે રમેલી ત્રણેય મેચમાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે. હાલમાં તેમની પરિસ્થિતિ એવી છે કે, 10 મેચ રમ્યા બાદ માત્ર 8 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ ટેબલ પર 7માં ક્રમાંકે છે.
દુબઈના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં IPL 2021ની 42મી મેચ
પાંચ વખતની ચેમ્પિયન ટીમ પંજાબ કિંગ્સ સામેની મેચમાં જો મુંબઈ આજે હારી જાય તો તેમનું પ્લે ઓફ્સમાં પહોંચવું એ ખૂબ જ મુશ્કેલ બની જશે. પંજાબના પણ 10 મેચમાં માત્ર 8 પોઈન્ટ્સ છે. જોકે, રન રેટ સારો હોવાથી ટીમ પાંચમાં સ્થાન પર છે. મુંબઈ ઈન્ડિયન્સના કપ્તાન રોહિત શર્માએ દુબઈના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં IPL 2021ની 42મી મેચમાં પંજાબ કિંગ્સ સામે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. મુંબઈની ટીમને IPLમાં UAE ચરણમાં એક પણ જીત નથી મળી. જ્યારે પંજાબનું પર્ફોમન્સ પણ ઉતાર-ચઢાવ વાળો રહ્યો છે.