ગુજરાત

gujarat

ETV Bharat / sports

IPL 2021:કિંગ્સ પર ભારે સુપરકિંગ્સ, ધોની સેનાની પહેલી જીત - મુંબઈ

IPL(ઇન્ડિયન પ્રીમિયર લીગ) 2021માં ગઈકાલે યોજાયેલી મેચ સુપરકિંગ્સ માટે ધોનીની 200મી મેચ હતી. જેમાં ટીમે તેને જીતની ભેટ આપી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સના દિપક ચહરે 13 રન આપીને 4 વિકેટ લીધી હતી.

IPL 2021:કિંગ્સ પર ભારે સુપરકિંગ્સ, ધોની સેનાની પહેલી જીત
IPL 2021:કિંગ્સ પર ભારે સુપરકિંગ્સ, ધોની સેનાની પહેલી જીત

By

Published : Apr 17, 2021, 8:29 AM IST

  • દીપક ચહરનું પ્રદર્શન શાનદાર
  • સુપરકિંગ્સ માટે ધોનીની 200મી મેચ
  • ચેન્નાઈ સુપર કિંગ્સે 26 બોલમાં 6 વિકેટથી પંજાબ કિંગ્સને પરાજિત કરી

મુંબઈ: IPL 2021માં સુપરકિંગ્સનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. જેમાં દીપક ચહરે મેદાન માર્યુ હતું. IPL 2021માં ગઈકાલે યોજાયેલી મેચ સુપરકિંગ્સ માટે ધોનીની 200મી મેચ હતી. જેમાં ટીમે તેને જીતની ભેટ આપી હતી.

આ પણ વાંચો:IPL 2020 : ચેન્નાઇ સુપર કિંગ્સે મુંબઇ ઇન્ડિયન્સને 5 વિકેટે હરાવ્યું

પંજાબને પ્રથમ હારનો સામનો કરવો પડ્યો

દીપક ચહર (4/13)ના શાનદાર ઓપનિંગ સ્પેલને કારણે ચેન્નાઈ સુપરકિંગ્સે શુક્રવારે અહીંની ઇન્ડિયન પ્રીમિયર લીગ મેચમાં 26 બોલમાં 6 વિકેટથી પંજાબ કિંગ્સને પરાજિત કરી હતી. ચેન્નઈની આ બે મેચમાં પ્રથમ જીત છે. જ્યારે પંજાબને પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો. અગાઉ પંજાબની ટીમ પ્રથમ બેટિંગ કરતી વખતે 8 વિકેટે માત્ર 106 રન જ બનાવી શકી હતી. ચેન્નઇએ મોઇન અલી (46) અને ફાફ ડુ પ્લેસિસ (36 *) ની મદદથી 15.4 ઓવરમાં ચાર વિકેટે 107 રન બનાવ્યા.

આ પણ વાંચો:IPL 2021: પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 4 રને આપી માત

IPLની 13મી સિઝનની પહેલી મેચમાંચેન્નાઇ સુપર કિંગ્સની જીત થઈ હતી

IPLની 13મી સિઝનની પહેલી મેચ દુબઈના અબુ ધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે ચેન્નાઇ સુપર કિંગ્સે મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. જેમાં ચેન્નાઇ સુપર કિંગ્સની જીત થઈ હતી. આ મેચમાં મુંબઈ 9 વિકેટ ગુમાવીને 162 રન કર્યા હતા. જેના જવાબમાં ચેન્નાઇ સુપર કિંગ્સે 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 166 રન કરી જીત મેળવી લીધી હતી. અંબાતી રાયડુ એ 48 બોલમાં 71 રન તેમજ ડુ પ્લેસિસના અણનમ 58 રનની મદદથી ચેન્નાઈ સુપરકિંગ્સે IPL 13ની પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને 5 વિકેટે હરાવ્યું હતું. મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 162 રન બનાવ્યા હતા. જેની સામે ચેન્નાઈ સુપર કિંગ્સે 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવી જીત મેળવી લીધી હતી.

ABOUT THE AUTHOR

...view details