અમદાવાદ:IPL 2023માં અત્યાર સુધી માત્ર એક જ મેચમાં વરસાદ થયો છે. IPL 2023ની ફાઇનલ મેચ 28 મેના રોજ યોજાવાની હતી. પરંતુ વરસાદના કારણે હવે આ મેચ રિઝર્વ-ડે એટલે કે 29મી મેના દિવસે રમાશે. પરંતુ શું તમે જાણો છો કે જો ઈન્ડિયન પ્રીમિયર લીગની કોઈ એક મેચ રદ્દ થાય છે તો ફ્રેન્ચાઈઝીને કેટલું નુકસાન થાય છે.
કેટલા કરોડનું નુકસાન: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મેચ રદ્દ થાય તો ફ્રેન્ચાઈઝીને કોઈ નુકસાન થતું નથી. જે રીતે લોકો રોગની સારવાર માટે વીમો મેળવે છે, તે જ રીતે આઈપીએલનો પણ વીમો લેવામાં આવે છે. જો માત્ર એક મેચ નહીં પરંતુ આખી આઈપીએલ ધોવાઈ જાય તો વીમા કંપનીએ નુકસાનની રકમ ચૂકવવી પડશે.
ખેલાડીઓનો પણ વીમો: મીડિયા રિપોર્ટ્સ અનુસાર લગભગ તમામ ફ્રેન્ચાઈઝી પોતાના ખેલાડીઓનો વીમો પણ કરાવે છે. આવી સ્થિતિમાં જો ખેલાડી ઈજાગ્રસ્ત થાય છે અથવા કોઈ તબીબી સહાયની જરૂર પડે છે, તો ફ્રેન્ચાઇઝી તેનું કવર મેળવે છે. મતલબ કે ખેલાડીઓ ઈજાગ્રસ્ત થાય તો પણ ફ્રેન્ચાઈઝીને કોઈ નુકસાન થતું નથી. આમાં ખેલાડીઓની ફી પણ આવરી લેવામાં આવી છે.
આજે પણ ન રમાય તો શું વિકલ્પ:ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની ફાઈનલ મેચ હવે 29 મે એટલે કે આજે રમાશે. રિઝર્વ-ડે પર પણ આ મેચ 20-20 ઓવરની જ રમાશે. જો આજે પણ મેચમાં એક પણ બોલ ફેંકી શકાયો નથી, તો મહત્તમ સમયની રાહ જોવી પડશે અને એક ઓવરની મેચ પણ કરાવી શકાશે. પરંતુ જો કોઈ પણ શરતમાં મેચ ન થાય તો લીગ સ્ટેજમાં ટોપ પર રહેનારી ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે.
- IPL 2023 Final: ગુજરાત સામેની ફાઈનલ પહેલા ચેન્નઈના કોચ સ્ટીફન ફ્લેમિંગે શું કહ્યું, જાણો
- IPL 2023 FINAL : ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ફાઈનલ સોમવારે રમાશે, વરસાદ બન્યો વિલન
- Tata IPL 2023 FINAL: ગુજરાત ટાઈટન્સ ઇતિહાસ સર્જશે કે પછી ધોનીની ટીમ લઈ જશે IPLની પાંચમી ટ્રોફી ? આજે થશે ફેંસલો