- IPLમાં કોરોનાની એન્ટ્રી, CSKના બોલિંગ કોચ કોરોના સંક્રમિત
- કોચ લક્ષ્મીપતિ બાલાજી કોરોના સંક્રમિત થતા તમામ ખેલાડીને આઈસોલેટ કરાયા
- આઈલોસેશનમાં રહેતા તમામ ખેલાડીનો દરરોજ કોરોનાનો ટેસ્ટ થશે
નવી દિલ્હીઃ ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બુધવારે થનારી મેચ હવે અન્ય દિવસે રમાશે. કારણ કે, બોલિંગના કોચ લક્ષ્મિપતિ બાલાજી કોરોના સંક્રમિત થયા છે. આથી CSKની ટીમને આઈસોલેશનમાં રહેવું પડી રહ્યું છે. બોર્ડની SOP અનુસાર, જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવે છે તો તેણે 6 દિવસ સુધી આઈસોલેટ રહેવું પડશે. આ દરમિયાન તેનો RT-PCRનો ત્રણ રિપોર્ટ નેગેટિવ આવવો જોઈએ.
આ પણ વાંચોઃKKRના બે ખેલાડી કોરોના સંક્રમિત થતાં આજની IPL મેચ રદ કરવામાં આવી
તમામ ખેલાડી બાલાજીના સંપર્કમાં આવ્યા હોવાથી આઈસોલેટ કરાયા