અમદાવાદ- મુંબઈના વાનેખેડે સ્ટેડિયમમાં રમાયેલી આજની આઈપીએલ મેચ રસાકસીભરી રહી હતી. જો કે છેલ્લી ઓવરમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સરળતાથી જીતી ગઈ હતી. મુંબઈની ધરતી પર મુંબઈ ઈન્ડિયન્સ હારી જતાં સ્ટેડિયમમાં મેચ જોવા આવેલા મુંબઈવાસીઓ નિરાશ થયા હતા. મુંબઈ ઈન્ડિયન આજે શનિવારે સાત વિકેટથી હારી ગયું હતું.
મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગઃ મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં રોહિત શર્મા(કેપ્ટન) 13 બોલમાં 21 રન, ઈશાન કિશાન(વિકેટ કિપર) 21 બોલમાં 32 રન, ગ્રીન 11 બોલમાં 12 રન, સૂર્યાકુમાર યાદવ 2 બોલમાં 1 રન, તિલક વર્મા 18 બોલમાં 22 રન, અરશદ ખાન 4 બોલમાં 2 રન, ટિમ ડેવિડ 22 બોલમાં 31 રન, ત્રિસ્ટાન સ્ટુબ્સ 10 બોલમાં 5 રન, ઋતિક શોકીન 13 બોલમાં 18 રન(નોટ આઉટ) અને ચાવલા 6 બોલમાં 5 રન(નોટ આઉટ) રહ્યા હતા. 8 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ મુંબઈ ઈન્ડિયન્સે 8 વિકટના નુકસાને 157 રન કર્યા હતા.
ચેન્નાઈ સુપર કિંગ્સની બોલીંગઃ ડી ચહર 1 ઓવરમાં 10 રન આપ્યા હતા. તુષાર દેશપાંડે 3 ઓવરમાં 31 રન આપી 2 વિકેટ ઝડપી હતી. માગલા 4 ઓવરમાં 37 રન આપી એક વિકેટ લીધી હતી. સન્ટનેર 4 ઓવરમાં 28 રન આપી 2 વિકેટ, રવિન્દ્ર જાડેજા 4 ઓવર નાંખીને 20 રન આપી 3 વિકેટ લીધી હતી. પ્રેટોરિયસ 4 ઓવરમાં 28 રન આપ્યા હતા.
ચેન્નાઈ સુપર કિંગ્સની બેટિંગઃ ડેવોન કોનવે 4 બોલ રમી શૂન્ય રને બોલ્ડ થયા હતા. રૂતુરાજ ગાયકવાડ 36 બોલમાં 40 રન બનાવ્યા હતા. અજિંક્યા રહાણે 27 બોલમાં 7 ચોક્કા અને 3 સિક્સ મારીને 61 રન બનાવ્યા હતા, સીઝનની સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. શિવમ દૂબે 26 બોલમાં 28 રન અને અંબાટી રાયડુ 16 બોલમાં 20 રન કર્યા કર્યા હતા. 10 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ 18.1 ઓવરમાં 3 વિકેટના નુકસાને 159 રન બનાવ્યા હતા અને જીત હાંસલ કરી હતી.
મુંબઈ ઈન્ડિયની બોલીંગઃ જેસન બેહરેન્ડ્રોફ 3 ઓવરમાં 24 રન આપી એક વિકેટ ઝડપી હતી. અરશદ ખાન 2.1 ઓવરમાં 35 રન આપ્યા હતા. કેમરોન ગ્રીન 3 ઓવરમાં 20 રન, પિયુષ ચાવલા 4 ઓવરમાં 33 રન આપી એક વિકેટ, કુમાર કાર્તિકેય 4 ઓવરમાં 24 રને એક વિકેટ અને ઋતિક શોકીન 2 ઓવરમાં 19 રન આપ્યા હતા.
પોઈન્ટ ટેબલ(Points Table)આજની મેચ પૂર્ણ થયા પછી પોઈન્ટ ટેબલ પર એક નજર કરીએ. રાજસ્થાન રોયલ્સ 4 પોઈન્ટ સાથે પ્રથમ નંબરે છે. બીજા નંબરે લખનઉ 4 પોઈન્ટ, ત્રીજા નંબરે ગુજરાત ટાઈટન્સ 4 પોઈન્ટ, ચોથા નંબરે ચેન્નાઈ સુપર કિંગ્સ 4 પોઈન્ટ અને પાંચમા નંબરે પંજાબ કિંગ્સે 4 પોઈન્ટ મેળવ્યા છે. કોલકત્તા નાઈટ રાઈડર્સ 2 પોઈન્ટ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ 2 પોઈન્ટ, મુંબઈ ઈન્ડિયન્સ શૂન્ય પોઈન્ટ, દિલ્હી કેપિટલ્સ શૂન્ય પોઈન્ટ અને સનરાઈઝર્સ હૈદરાબાદ શૂન્ય પોઈન્ટ છે.
MI vs CSK LIVE: ચેન્નાઈ સુપર કિંગ્સને 15મી ઓવરમાં ત્રીજો ઝટકો લાગ્યો
મુંબઈ ઈન્ડિયન્સના સ્પિન બોલર કુમાર કાર્તિકેયે 28 રનના અંગત સ્કોર પર શિવમ દુબેને બોલ્ડ કર્યો હતો. 15 ઓવર પછી ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર (134/3). CSKને હવે મેચ જીતવા માટે 30 બોલમાં 24 રનની જરૂર છે.
MI vs CSK LIVE: 10 ઓવર પછી ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર (97/2).
ચેન્નાઈ સુપર કિંગ્સ આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ કરતા ઘણી આગળ છે. 10 ઓવરના અંતે, CSKનો રૂતુરાજ ગાયકવાડ (20) અને શિવમ દુબે (9) રન બનાવીને ક્રિઝ પર છે. CSKને આ મેચ જીતવા માટે 60 બોલમાં 61 રનની જરૂર છે.
MI vs CSK LIVE: CSK ને 8મી ઓવરમાં બીજો ફટકો લાગ્યો
મુંબઈ ઈન્ડિયન્સના અનુભવી લેગ-સ્પિનર પીયૂષ મિશ્રાએ ઝડપી બેટિંગ કરી રહેલા અજિંક્ય રહાણેને 61 રનના અંગત સ્કોર પર તિલક યાદવના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 8 ઓવર પછી (82/2)
MI vs CSK LIVE: કુમાર કાર્તિકેય પ્રભાવશાળી ખેલાડી તરીકે બહાર નીકળ્યા
મુંબઈ ઈન્ડિયન્સનો ઓફ સ્પિનર કુમાર કાર્તિકેય ટીમના વડાને બદલે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં આવ્યો હતો.
MI vs CSK LIVE: ચેન્નાઈ સુપર કિંગ્સને 15મી ઓવરમાં ત્રીજો ઝટકો લાગ્યો
મુંબઈ ઈન્ડિયન્સના સ્પિન બોલર કુમાર કાર્તિકેયે 28 રનના અંગત સ્કોર પર શિવમ દુબેને બોલ્ડ કર્યો હતો. 15 ઓવર પછી ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર (134/3). CSKને હવે મેચ જીતવા માટે 30 બોલમાં 24 રનની જરૂર છે.
MI vs CSK LIVE: 10 ઓવર પછી ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર (97/2).
ચેન્નાઈ સુપર કિંગ્સ આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ કરતા ઘણી આગળ છે. 10 ઓવરના અંતે, CSKનો રૂતુરાજ ગાયકવાડ (20) અને શિવમ દુબે (9) રન બનાવીને ક્રિઝ પર છે. CSKને આ મેચ જીતવા માટે 60 બોલમાં 61 રનની જરૂર છે.
MI vs CSK LIVE: CSK ને 8મી ઓવરમાં બીજો ફટકો લાગ્યો
મુંબઈ ઈન્ડિયન્સના અનુભવી લેગ-સ્પિનર પીયૂષ મિશ્રાએ ઝડપી બેટિંગ કરી રહેલા અજિંક્ય રહાણેને 61 રનના અંગત સ્કોર પર તિલક યાદવના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 8 ઓવર પછી (82/2)
MI vs CSK LIVE: કુમાર કાર્તિકેય પ્રભાવશાળી ખેલાડી તરીકે બહાર નીકળ્યા
મુંબઈ ઈન્ડિયન્સનો ઓફ સ્પિનર કુમાર કાર્તિકેય ટીમના વડાને બદલે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં આવ્યો હતો.MI vs CSK LIVE: અજિંક્ય રહાણેએ સિઝનની સૌથી ઝડપી અડધી સદી ફટકારી
MI vs CSK LIVE: ચેન્નાઈ સુપર કિંગ્સનો 5 ઓવર પછી સ્કોર (55/1)
158 રનનો પીછો કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે ધમાકેદાર શરૂઆત કરી હતી. 5 ઓવરના અંતે અજિંક્ય રહાણે 17 બોલમાં 44 રન અને રુતુરાજ ગાયકવાડ (4) રને ક્રિઝ પર હાજર છે. બંને વચ્ચે અડધી સદી. ભાગીદારી થાય છે.
MI vs CSK LIVE: મુંબઈ ઈન્ડિયન્સનો 20 ઓવર પછી સ્કોર (157/8)
આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેનોએ નિરાશ કર્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સના બોલરોએ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું અને મુંબઈની ટીમને 157 રનના સ્કોર સુધી રોકી દીધી. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ઈશાન કિશને સૌથી વધુ 32 રન બનાવ્યા હતા. આ સાથે જ ટિમ ડેવિડે પણ 31 રનની ઇનિંગ રમી હતી. CSK તરફથી રવિન્દ્ર જડેડાએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. મિશેલ સેન્ટનર અને તુષાર દેશપાંડેએ પણ 2-2 વિકેટ ઝડપી હતી.
MI vs CSK LIVE: મુંબઈ ઈન્ડિયન્સની 8મી વિકેટ 17મી ઓવરમાં પડી
17મી ઓવર માટે આવેલા CSKના યુવા ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેના ત્રીજા, ચોથા અને પાંચમા બોલ પર ટિમ ડેવિડે અનુક્રમે સિક્સર, ફોર અને સિક્સર ફટકારી હતી. પરંતુ છેલ્લા બોલ પર તુષારે 31 રનના અંગત સ્કોર પર ડેવિડને અજિંક્ય રહાણેના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ 17 ઓવર પછી સ્કોર (131/8)
MI vs CSK LIVE: મુંબઈ ઈન્ડિયન્સની 7મી વિકેટ 16મી ઓવરમાં પડી
ચેન્નાઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર સિસાંડા મગાલાએ મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેન ટ્રિસ્ટન સ્ટબ્સને 5 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કરીને તેની પ્રથમ આઈપીએલ વિકેટ મેળવી હતી. મુંબઈ ઈન્ડિયન્સ 16 ઓવર પછી સ્કોર (113/7)