ગુજરાત

gujarat

ETV Bharat / sports

IPL 2023: ચેન્નાઈ સામે કોલકાતા નાઈટ રાઈડર્સ 6 વિકેટ જીત્યું - TATA IPL 2023

IPL 2023 ની 61મી મેચ આજે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા હતા. તેના જવાબમાં કોલકત્તા નાઈટ રાઈડર્સે 18.3 ઓવરમાં 4 વિકેટના નુકસાને 147 રન બનાવી લીધા હતા. અને કોલકત્તા 6 વિકેટથી જીતી ગયું હતું.

Etv BharatIPL 2023
Etv BharatIPL 2023

By

Published : May 14, 2023, 10:39 AM IST

Updated : May 14, 2023, 11:43 PM IST

ચેન્નઈ: 4 વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) આજે ચેપોક સ્ટેડિયમમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 61મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે રમી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 144 રનનો સ્કોર કર્યો હતો અને કોલકત્તાને જીત માટે 145 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં નિતિશ રાણા અને રિંકુસિંહની પાર્ટનરશીપથી 4 વિકેટના નુકસાને 18.3 ઓવરમાં જ 147 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

કોલકત્તા નાઈટ રાઈડર્સની બેટિંગઃ જેશન રોય 15બોલમાં 12 રન, ગુર્બાઝ(વિકેટ કિપર) 4 બોલમાં 1 રન, વેન્કટેશ ઐયર 4 બોલમાં 9 રન,રિન્કુસિંહ 43 બોલમાં 4 ચોક્કા ને 3 સિક્સ ફટકારીને 54 રન બનાવ્યા હતા. નિતિશ રાના44 બોલમાં 6 ચોક્કા ને 1 સિક્સ મારીને 57 રન(નોટ આઉટ) અને ઓન્દ્રે રસલ 2 બોલમાં 2રન(નોટ આઉટ) બનાવ્યા હતા. આમ 18.3 ઓવરમાં 4 વિકેટના નુકસાને 147 રન બનાવીને 6વિકેટથી મેચ જીતી લીધી હતી.

ચેન્નાઈ સુપર કિંગ્સની બોલીંગઃ દીપક ચાહર 3ઓવરમાં 27 રન આપી 3 વિકેટ ઝડપી હતી. તુષાર દેશપાંડે 3.3 ઓવરમાં 25 રન આપ્યા હતા.મોઈન અલી 4 ઓવરમાં 31 રન આપ્યા હતા. મહીશ થીકસાના 3 ઓવરમાં 22 રન આપ્યા હતા. મથીસાપથીરાના 3 ઓવરમાં 23 રન આપ્યા હતા અને રવિન્દ્ર જાડેજા 2 ઓવરમાં 18 રન આપ્યા હતા.

કોલકાતા નાઈટ રાઈડર્સને ત્રીજો ફટકો:KKRની બીજી વિકેટ ત્રીજી ઓવરમાં પડી સીએસકેના ઝડપી બોલર દીપક ચહરે 9 રનના વ્યક્તિગત સ્કોર પર ત્રીજી ઓવરના પાંચમા બોલ પર વેંકટેશ અય્યરને રવિન્દ્ર જાડેજાના હાથે કેચ આઉટ કરાવ્યો. કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર 3 ઓવર પછી (22/2)

ચેન્નાઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર દીપક ચહરે કોલકાતા નાઈટ રાઈડર્સના ઓપનર રહેમાનુલ્લા ગુરબાઝને પ્રથમ ઓવરના છેલ્લા બોલ પર 1 રનના અંગત સ્કોર પર તુષાર દેશપાંડેના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર 1 ઓવર પછી (4/1)

ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર (144/6):ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 44 રન બનાવ્યા હતા. CSK તરફથી શિવમ દુબે સૌથી વધુ 48 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો. આ સાથે જ ડેવોન કોનવેએ પણ 30 રનની ઇનિંગ રમી હતી. આ મેચમાં KKRના બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી. KKRના સ્ટાર સ્પિનરો સુનીલ નારાયણ અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ પોતાના નામે કરી હતી.

CSKને 20મી ઓવરમાં છઠ્ઠો ફટકો: KKRના ઝડપી બોલર વૈભવ અરોરાને 20મી ઓવરના ચોથા બોલ પર 20 રનના વ્યક્તિગત સ્કોર પર વરુણ ચક્રવર્તીના હાથે રવિન્દ્ર જાડેજાને કેચ આઉટ કરાવ્યો. શિવમ દુબે અને રવિન્દ્ર જાડેજા વચ્ચે અડધી સદીની ભાગીદારી પૂર્ણ. ચેન્નાઈ સુપર કિંગ્સના ડાબા હાથના બેટ્સમેન શિવમ દુબે અને રવિન્દ્ર જાડેજા વચ્ચેની અડધી સદીની ભાગીદારી 43 બોલમાં પૂરી થઈ હતી.

KKRના સ્ટાર સ્પિનર ​​સુનિલ નારાયણે 11મી ઓવરના પ્રથમ બોલ પર 4 રનના અંગત સ્કોર પર અંબાતી રાયડુને ક્લીન બોલ્ડ કર્યો હતો, ત્યારબાદ છેલ્લા બોલ પર મોઈલ અલી (1)ને બોલ્ડ કર્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 11 ઓવર પછી (72/5)

KKRના ઝડપી બોલર શાર્દુલ ઠાકુરે 10મી ઓવરના ત્રીજા બોલ પર 30 રનના અંગત સ્કોર પર ડેવોન કોનવેને રિંકુ સિંહના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 10 ઓવર પછી (68/3)

કોલકાતા નાઈટ રાઈડર્સના સ્પિનર ​​વરુણ ચક્રવર્તીએ 8મી ઓવરના છેલ્લા બોલ પર અજિંક્ય રહાણે (16)ને જેસન રોયના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 8 ઓવર પછી (61/2)

ચેન્નાઈ સુપર કિંગ્સે સારી શરૂઆત કરી છે, જોકે તેણે રૂતુરાજ ગાયકવાડના રૂપમાં પોતાની એક વિકેટ ગુમાવી છે.

પોઈન્ટ્સ ટેબલ(IPL 2023 Points Table)આજની મેચના પરિણામ પછીગુજરાત ટાઈટન્સ 16 પોઈન્ટ સાથે પ્રથમ નંબરે રહ્યું હતું. બીજા નંબરેચેન્નાઈ સુપર કિંગ્સના 15 પોઈન્ટ, ત્રીજા નંબરે મુંબઈ ઈન્ડિયન્સના 14 પોઈન્ટ, ચોથાનંબરે લખનઉ સુપર જાયન્ટ્સ 13 પોઈન્ટ અને પાંચમાં નંબરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના12 પોઈન્ટ હતા. રાજસ્થાન રોયલ્સના 12 પોઈન્ટ, કોલકત્તા નાઈટ રાઈડર્સના 12 પોઈન્ટ, પંજાબકિંગ્સના 12 પોઈન્ટ, સનરાઈઝર્સ હૈદરાબાદ 8 પોઈન્ટ અને દિલ્હી કેપિટલ્સ 8 પોઈન્ટહતા.

મેચ પહેલાનું એનાલિસીસઃ ચેન્નાઈ સુપર કિંગ્સ તેમની પ્લેઓફની આશા જીવંત રાખવાનું લક્ષ્ય રાખશે. સુપર કિંગ્સ પાસે હાલમાં 12 મેચમાં 15 પોઈન્ટ છે અને તે પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે સારી સ્થિતિમાં છે. બીજી તરફ KKR પાસે માત્ર 10 પોઈન્ટ છે અને તેણે તેની બાકીની બંને મેચો જીતવી પડશે અને અન્ય ટીમોના પરિણામો તેમના માટે અનુકૂળ આવે તે માટે પ્રાર્થના કરવી પડશે.

CSKની બેટિંગ ઘણી મજબૂત છે: મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ટીમ છેલ્લી 2 મેચ જીતીને પ્લેઓફમાં પ્રવેશ કરશે. આ ટીમને તેના હોમ ગ્રાઉન્ડ પર હરાવવું આસાન નહીં હોય. CSKની બેટિંગ ઘણી મજબૂત છે. ન્યુઝીલેન્ડના ઓપનર ડેવોન કોનવે અને રુતુરાજ ગાયકવાડ ટીમને સારી શરૂઆત અપાવી રહ્યા છે જ્યારે તેના પછી અજિંક્ય રહાણે અને શિવમ દુબે પોતાની ભૂમિકા સારી રીતે નિભાવી રહ્યા છે.

મથિશા પાથિરાના CSK માટે ટ્રમ્પ કાર્ડ:મોઈન અલી, રવિન્દ્ર જાડેજા અને અંબાતી રાયડુ જેવા બેટ્સમેનો હજુ સુધી અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યા નથી. બોલિંગમાં શ્રીલંકાના મથિશા પાથિરાના ટીમ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થયા છે. તુષાર દેશપાંડે ભલે મોંઘો સાબિત થયો હોય પરંતુ તેણે વિકેટ લેવામાં કોઈ કસર છોડી નથી. જાડેજા, મોઈન અલી અને મહેશ તિક્ષ્ણ સ્પિન વિભાગમાં સારી ભૂમિકા ભજવી રહ્યા છે.

KKRની ઓપનીંગ જોડી સૌથી મોટી સમસ્યા:આ મેચમાં KKRની ટીમ તેના સ્પિનરોના પ્રદર્શન પર નિર્ભર રહેશે. રવિવારે વરુણ ચક્રવર્તી અને સુયશ શર્મા કેવું પ્રદર્શન કરે છે તેના પર મેચનું પરિણામ નિર્ભર રહેશે. અનુભવી સુનીલ નારાયણ આ સિઝનમાં અત્યાર સુધી નિષ્ફળ રહ્યો છે અને તે અહીં પુનરાગમન કરવાનો પ્રયાસ કરશે. કેપ્ટન નીતીશ રાણા અને વેંકટેશ અય્યર બેટિંગમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે પરંતુ KKR પોતાના ઓપનરો પાસેથી સારી શરૂઆતની અપેક્ષા રાખશે. જોકે, KKRના બેટ્સમેનોએ પથિરાનાના યોર્કર્સ અને ધીમા બોલ અને જાડેજાની ચપળ બોલિંગથી સાવચેત રહેવું પડશે.

આ મેચ KKR માટે કરો યા મરો:KKRએ અત્યાર સુધી 12 માંથી 5 મેચ જીતી છે અને 10 પોઈન્ટ સાથે તે પોઈન્ટ ટેબલમાં 7માં સ્થાને છે. કોલકાતા નાઈટ રાઈડર્સે પ્લેઓફમાં પહોંચવાની તેમની આશા જીવંત રાખવા માટે તેમની આગામી બે મેચ જીતવી જરૂરી છે. IPL 2023માં બંને ટીમો વચ્ચે રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 49 રનથી હરાવ્યું હતું. આ મેચમાં પણ પેપર પર ચેન્નાઈ સુપર કિંગ્સનો જ હાથ હોય તેવું લાગી રહ્યું છે.

ચેન્નાઈ સુપર કિંગ્સની સ્ક્વોડ:MS ધોની (c&wk), આકાશ સિંહ, મોઈન અલી, ભગત વર્મા, દીપક ચાહર, ડેવોન કોનવે, તુષાર દેશપાંડે, શિવમ દુબે, રુતુરાજ ગાયકવાડ, રાજવર્ધન હંગરગેકર, રવીન્દ્ર જાડેજા, સિસાંડા મગાલા, અજય મંડલ, મથિશા પાથિરાના, ડ્વેન પ્રિટોરિયસ, અજિંક્ય રહાણે, શૈક રાશિદ, અંબાતી રાયડુ, મિશેલ સેન્ટનર, સુભ્રાંશુ સેનાપતિ, સિમરજીત સિંહ, નિશાંત સિંધુ, પ્રશાંત સોલંકી, બેન સ્ટોક્સ, મહેશ તિક્ષ્ણ.

કોલકાતા નાઈટ રાઈડર્સ સ્ક્વોડ:નીતીશ રાણા (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાજ, જેસન રોય, વેંકટેશ ઐયર, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, લોકી ફર્ગ્યુસન, ઉમેશ યાદવ, ટિમ સાઉથી, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, અનુકુલ રોય, રિંકુ સિંહ, એન જગદીસન, વૈભવી અરવિંદ , સુયશ શર્મા, ડેવિડ વેઈસ, કુલવંત ખેજરોલિયા, મનદીપ સિંહ, આર્ય દેસાઈ અને જોન્સન ચાર્લ્સ.

આ પણ વાંંચો:

  1. IPL 2023: આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર, બપોરે 3.30 વાગ્યાથી મેચ શરુ
  2. IPL 2023: દિલ્હી કેપિટલ્સ સામે પંજાબ કિંગ્સની 31 રને જીત
Last Updated : May 14, 2023, 11:43 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details