ગુજરાત

gujarat

ETV Bharat / sports

IPLને આ સિઝન માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે: BCCI વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લા - IPL 2021

સનરાઇઝર્સ હૈદરાબાદના વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા અને દિલ્હી કેપિટલના સ્પિન બોલર અમિત મિશ્રા કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની આજની મેચ રદ્
હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની આજની મેચ રદ્

By

Published : May 4, 2021, 1:41 PM IST

Updated : May 4, 2021, 2:02 PM IST

  • હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની આજની મેચ રદ્
  • વધુ બે ખેલાડીઓ આવ્યા કોરોના પોઝિટિવ
  • સાહા અને મિશ્રાને કોરોનાથી ચેપગ્રસ્ત

હૈદરાબાદ: IPLની હાલની 14મી સિઝનથી ચાહકો માટે વધુ એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. IPLને થોડા સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ ANIને આપેલા નિવેદનમાં IPLના સસ્પેન્શનની જાણકારી આપી હતી.

આ પણ વાંચો: KKRના બે ખેલાડી કોરોના સંક્રમિત થતાં આજની IPL મેચ રદ કરવામાં આવી

બે ખેલાડીઓ સંદીપ વોરિયર અને વરૂણ ચક્રવર્તી કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હતો

હકીકતમાં સનરાઇઝર્સ હૈદરાબાદના વિકેટકીપર બેટ્સમેન વૃદ્ધિમાન સાહા અને દિલ્હી કેપિટલ્સના દિગ્ગજ સ્પિન બોલર અમિત મિશ્રા કોવિડ -19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

સાહા અને મિશ્રાને કોરોનાથી ચેપ લાગ્યો હોવાથી હવે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL-14) તાત્કાલિક બંધ કરવાની માંગ કરવામાં આવી રહી છે. કોલકાતા નાઈટ રાઇડર્સના બે ખેલાડીઓ સંદીપ વોરિયર અને વરૂણ ચક્રવર્તી કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હતો અને તેને કારણે KKR અને RCB વચ્ચેની મેચ મોકૂફ રાખવામાં આવી હતી.

આ પણ વાંચો: આજે રમાનારી IPLની મેચને લાગ્યું કોરોનાનું ગ્રહણ, મેચ કરાઈ રદ્દ

બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજી પણ કોવિડ પોઝિટિવ

4 મે એ ચેન્નાઈ સુપર કિંગ્સના બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજી પણ કોવિડ પોઝિટિવ હોવાનું જણાયું હતું. જેના કારણે 5 મે ના રોજ રાજસ્થાન અને CSK વચ્ચે રમવામાં આવનારી મેચને પણ લંબાવવામાં આવી છે.

આજે સાહા પોઝિટિવ હોવાનું જાણવા મળ્યા બાદ સાંજે હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની આજની મેચ રદ્ કરવામાં આવી છે.

Last Updated : May 4, 2021, 2:02 PM IST

ABOUT THE AUTHOR

...view details