નવી દિલ્હીઃIPL 2023 ટર્નામેન્ટ અનેક રીતે યાદગાર રહેવાની છે. ખાસ કરીને રેકોર્ડ અને રોમાંચક મેચને કારણે. બીજી તરફ વાત કરવામાં આવે તો કોહલી અને ગંભીર વચ્ચેની બોલાચાલીએ આ આઈપીએલને વધારે ચર્ચિત કરી દીઘી છે. વાત શરૂ કરીએ દિલ્હીની ટીમથી તો આ વખતે દિલ્હીની ટીમનું જોઈએ એવું પર્ફોમન્સ નથી. હવે જો ગેમની સ્ટ્રેટજી બદલે તો માત્ર નજીવા પોઈન્ટ સાથે ટેબલ પર ટકી રહેશે. બાકી કોઈ મોટો ફાયદો નથી. પ્લેઓફ કે ફાઈનલ સુધી પહોંચવું કઠીન છે. આ સિવાય પણ પાંચ એવી ટીમ છે જે ટુર્નામેન્ટની બહાર ફેંકાઈ શકે છે.
રાજસ્થાન રોયલ્સઃસંજુ સેમસંગની ટીમ રાજસ્થાન રોયલ્સ આ વખતે ખાસ કોઈ કમાલ કરી શકી નથી.એન્ટ્રી એવી જોરદાર રહી હતી કે, દરેક ખેલાડીના પર્ફોમન્સ પરથી એવું લાગતું કે ટીમ ફાઈનલ સુધી ખેંચી જશે. પણ એવું બન્યું નથી. પાંચ મેચમાં પછડાટ ખાધા બાદ ટીમનું ટકવું મુશ્કેલ બની રહ્યું છે. 10 પોઈન્ટથી આગળ વધી રહેલી ટીમે ફાઈનલ સુધી પહોંચવા માટે મહેનત કરવી પડશે. ગેમ પ્લાન પણ બદલવો પડશે. કોઈ પણ ટીમ સામે મેચ આવે ભૂલ સુધારીને આગળ વધશે તો ટર્નામેન્ટમાંથી બહાર થતી બચી જશે.
કોલકાતા નાઈટ રાઈડર્સઃખરાબ શરૂઆત બાદ એકાએક ફોર્મમાં આવેલી ટીમે અનેક હરીફ ટીમના પ્લાનિંગ પર પાણી ફરેવી દીધું. નીતીશ રાણાની ટીમની સ્થિતિ રાજસ્થાન રોયલ જેવી જ છે. ફેર એટલો છે કે, ફિલ્ડિંગનું પાસું ધીમે ધીમે હવે સુધરી રહ્યું છે. હવે પછીના બે મેચમાં આ ટીમનું પર્ફોમન્સ બદલે અને ગેમ પ્લાન બદલે તો છેક સુધી ટકી શકે એમ છે. આ પહેલાની ત્રણ સીઝનમાં કેકેઆર ફાઈનલ રાઉન્ડ સુધી પહોંચી છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂઃજે ટીમમાં વિરાટ કોહલી, ફાફ ડુપ્લેસી અને મેક્સવેલ જેવા દમદાર ખેલાડીઓ રમી રહ્યા છે એ ટીમના પાયા પણ મજબુત નથી. ગ્રાઉન્ડ વર્કની વાત કરવામાં આવે તો ઘણી મિસફિલ્ડ અને મિસિંગ સ્ટ્રેટજી ધ્યાને પડી રહી છે. મુંબઈ સામેની હાર બાદ સમગ્ર મેચનું નહીં પણ આખી ટીમનું પાસું ફરી ગયું હોય એવું ચિત્ર છે. 10 પોઈન્ટથી આગળ વધી રહેલી ટીમે ફાઈનલ સુધી પહોંચવા માટે પ્લેયર અને ઈનિંગ્સ રનડાઉનમાં ફેરફાર કરવા પડશે. હવે પછીની બેથી ત્રણ મેચ આ ટીમ માટે નિર્ણાયક બની રહેશે.
પંજાબ કિંગ્સઃશિખર ધવન જે ટીમનું સુકાનીપદ સંભાળી રહ્યા છે એ ટીમ ધીમે ધીમે ખખડી રહી છે. પહેલા હારથી શરૂઆત થતા ટીમે જીતનો સ્વાદ પણ ચાખી લીધો હતો. સતત બે મેચમાં હારનો સામનો કર્યા બાદ ગ્રાઉન્ડ લેવલ પર એ જ ભૂલ અને ગેમ પ્લાન ટીમને ખોટમાં નાખી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. 10 પોઈન્ટથી આગળ વધી રહેલી ટીમ માટે ટકવું મુશ્કેલ એટલા માટે છે કારણ કે, ટીમે મહત્ત્વની મેચ ગુમાવી દીધી છે, ખાસ કરીને મુંબઈ સામેની મેચ પંજાબ માટે ટર્નિંગ પોઈન્ટ સમાન રહી શકે એમ હતી. પણ એવું થયું નથી.
આ પણ વાંચોઃ
- IPL 2023 KKR VS RR: રાજસ્થાન રોયલ્સે 9 વિકેટથી જીત મેળવી પોઈન્ટ્સ ટેબલમાં ટોપ 4માં
- IPL 2023: પ્લેઓફની રેસ બની રસપ્રદ, પર્પલ કેપ 3 ખેલાડી પાસે જ્યારે ઓરેન્જ કેપ પ્લેસિસ પાસે
સનરાઈઝર્સ હૈદરાબાદઃસૌથી ખરાબ પર્ફોમન્સ આ ટીમનું રહ્યું છે. એક પછી એક 6 મેચ હારીને ટીમે પોઈન્ટ ટેબલમાં સાવ નીચે સ્થાન બનાવી દીધું છે. આગામી ત્રણ મેચ આ ટીમમાં માટે વધારે મુશ્કેલ એટલા માટે છે કારણ કે, પાછલા બે મેચ જીતવામાં હૈદરાબાદની ટીમ સફળ પુરવાર થઈ નથી. હવે પછીની ત્રણ મેચ જીતે તો પોઈન્ટ ટેબલમાં આગળ વધી શકે છે. પણ ફાઈનલ સુધી પહોંચવામાં ટીમને હજુ વધારે પરસેવો પાડવો પડશે. એટલું જ નહીં જુનો ગેમ પ્લાન બદલવો પડશે. પોઈન્ટ ટેબલમાં મુંબઈ ઈન્ડિયન્સ 12 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે. જ્યારે પ્લેઓફમાં પહોંચવા માટે હજું ત્રણ મેચ જીતવા જરૂરી છે. જ્યારે લખનઉની વાત કરવામાં આવે તો 11 પોઈન્ટ સાથે તે આગળ છે. હજુ બે મેચ જીતે છે તો ક્વોલીફાઈ સુધી પહોંચી જાય એ નક્કી છે. ટોપ 2માં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ છે. ખાસ કરીને ધોનીની ગેમ સ્ટ્રટજી હજુ પણ ફાયદો કરાવી રહી છે.