હૈદરાબાદઃ રાજસ્થાન રોયલના સ્ટાર બોલર જોફ્રા આર્ચરનું સાત વર્ષ પહેલા કરેલું ટ્વીટ ફરી એક વાર વાઈરલ થઈ ગયું છે. જોકે કિંગ્સ ઈલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં બાઉન્ડ્રી પર ઉભેલા નિકોલસ પુરને એક ચોક્કો થતા બચાવ્યો ત્યારબાદ આ ટ્વીટ વાઈરલ થઈ રહ્યું છે.
જોફ્રા આર્ચરે સાત વર્ષ પહેલા નિકોલસ પુરાન માટે કરેલું ટ્વીટ વાઈરલ
મુરુગન અશ્વિનની ઓવરમાં સંજૂ સેમસને મિડ વિકેટ તરફ શોટ માર્યો ત્યારબાદ નિકોલસ પુરનની શાનદાર ફિલ્ડિંગ જોવા મળી. બાદમાં જોફ્રા આર્ચરે પૂરન માટે સાત વર્ષ પહેલા લખેલું ટ્વીટ વાઈરલ થઈ રહ્યું છે.
પહેલા બેટિંગ કરીને પંજાબે 20 ઓવરમાં 223 રન પર 2 વિકેટ ગુમાવી હતી. મયંકે આ મેચમાં પોતાની આઈપીએલ કરિયરની પહેલી સેન્ચુરી મારી હતી. આના જવાબમાં રાજસ્થાને પાવરપ્લેમાં એક વિકેટ ગુમાવીને 69 રન બનાવ્યા. આઠમી ઓવરમાં મુરુગન અશ્વિન બોલિંગ કરી રહ્યો હતો અને સંજૂ સેમસન સ્ટ્રાઈક પર હતો. સંજુએ મિડ વિકેટ તરફ શોટ માર્યો, જ્યાં નિકોલસ પુરન ઊભો હતો. નિકોલસે છલાંગ લગાવી બોલને પકડી લીધો અને બાઉન્ડ્રીની બહાર જવાથી પહેલા જ બોલને અંદર ફેંકી દીધો. આવી રીતે તેણે ચોક્કો થતા બચાવી લીધો હતો.
પુરનની આવી શાનદાર ફિલ્ડિંગ બાદ આર્ચરનું આ ટ્વીટ ફરી એક વાર વાઈરલ થઈ રહ્યું છે. આ ફોટો કિંગ્સ ઈલેવન પંજાબે પણ શેર કરી છે. તેમણે સાત વર્ષ પહેલા આ ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે લખ્યું હતું કે સેફ ફ્લાઈટ પુરન. નિકોલસ પુરને આ મેચમાં પંજાબ માટે 8 બોલમાં 25 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. જ્યારે આર્ચરે 3 બોલમાં 13 રન બનાવ્યા હતા.