- લીડ્સમાં ભારત - ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ
- ભારતે ટોસ જીતી પહેલા બેટિંગનો કર્યો નિર્ણય
- પાંચ ટેસ્ટની સીરિઝમાં ભારત મજબૂત સ્થિતિમાં
ન્યૂઝ ડેસ્ક: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સીરિઝની ત્રીજી મેચ હેડિંગ્લેના લીડ્સમાં બુધવારથી યોજાઇ રહી છે. આ ટેસ્ટમાં ભારતે ટોસ જીતેને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં ભારતીય ટીમમાં કોઇ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે આ વખતે પણ અશ્વિનને ટીમમાં જગ્યા મળી નથી. જ્યારે ઇંગ્લેન્ડની ટીમ બે ફેરફાર સાથે મેદાન પર ઉતરી છે. ડૉમ સિબલીની જગ્યાએ ડેવિડ મલાનને જ્યારે માર્કવુડની જગ્યાએ ક્રેગ ઓવરટનને ટીમમાં સમાવવામાં આવ્યો છે.
ભારતીય ટીમ 5 વિકેટ ગુમાવીને 60 રન
ભારતીય ટીમ સંઘર્ષ કરતી દેખાઇ હતી, ટૉસ જીતીને પ્રથમ બેટિંગ લીધા બાદ ભારતીય ટીમે નબળી શરૂઆત થઇ છે. ભારતીય ટીમે પહેલા સેશનમાં જ 4 વિકેટ ગુમાવી દીધી હતી. લંચ બ્રેક બાદ ભારતીય ટીમ 5 વિકેટ ગુમાવીને 60 રન બનાવી શકી છે. આ દરમિયાન ભારતે કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી અને અજિંક્યે રહાણેની વિકેટો ગુમાવી દીધી હતી.