મુંબઈ:UAE માં એશિયા કપ T20 ટૂર્નામેન્ટમાં (Asia Cup T20 Tournament) ભારતના પ્રારંભિક અભિયાન પહેલા, ટીમને મોટો આંચકો લાગ્યો છે. ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો (Rahul Dravid tested Positive) કોવિડ -19 નો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દ્રવિડ તાજેતરમાં સમાપ્ત થયેલ ત્રણ મેચની વન-ડે ઇન્ટરનેશનલ શ્રેણી માટે ઝિમ્બાબ્વે ગયા ન હતો. જે કેએલ રાહુલની આગેવાનીવાળી ટીમે 3-0થી જીતી હતી. અતિ વ્યસ્ત આંતરરાષ્ટ્રીય શેડ્યુલને કારણે, સિલેક્શન સમિતિએ દ્રવિડ, બેટિંગ કોચ વિક્રમ રાઠોડ અને બોલિંગ કોચ પારસ મ્હામ્બરે (Team India Coach ) સહિતના કોચિંગ સ્ટાફને આરામ આપ્યો છે.
આ પણ વાંચોઃ ભારતે 3જી ODIમાં ઝિમ્બાબ્વેને 13 રને હરાવ્યું, શ્રેણીમાં ક્લીન સ્વીપ
ભારત તૈયારઃ ભારત તારીખ 28 ઓગસ્ટે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે એશિયા કપમાં તેમના અભિયાનની શરૂઆત કરશે. આ માટે ટીમ ઈન્ડિયાએ તૈયારીઓ કરી લીધી છે. ગયા વર્ષે સંયુક્ત આરબ અમીરાતમાં ICC T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની 10 વિકેટની હારનો બદલો લેવાનું વિચારશે.
આ પણ વાંચોઃ નીરજ ચોપરા લુઝાન ડાયમંડ લીગમાં રમશે કે નહીં તેના પર મોટો પ્રશ્ન...
મોટી અનિશ્ચિતતાઃએક અહેવાલમાં જણાવાયું છે કે દ્રવિડ ભારતની શરૂઆતની મેચ માટે ટીમમાં જોડાશે કે કેમ તે સ્પષ્ટ નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય ક્રિકેટ બોર્ડના મેડિકલ સ્ટાફ પાસેથી મંજૂરી મળ્યા બાદ UAE જઈશું. જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ હજુ સુધી દ્રવિડને કોવિડ-19 પોઝિટિવ હોવાની પુષ્ટિ કરી નથી. આ અંગે બોર્ડના કોઈ સિનિયર અધિકારીની ચોખવટ સામે આવી નથી.