નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના મોટાભાગના ખેલાડીઓ હાલમાં IPL રમવામાં વ્યસ્ત છે. પરંતુ IPLની મેચો પૂરી થતા જ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ચેમ્પિયનશિપ રમવા માટે ઈંગ્લેન્ડ જવા રવાના થઈ જવું પડશે. ઇંગ્લેન્ડમાં યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ અને ICC ODI વર્લ્ડ કપની વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપમાં ચાર દેશોની શ્રેણી સાથે રમવાની છે. આ રીતે ટીમ ઈન્ડિયા ભારતમાં રમાનાર 50 ઓવરના ODI વર્લ્ડ કપ પહેલા ખૂબ જ વ્યસ્ત રહેશે.
પાકિસ્તાનમાં યોજાશે એશિયા કપ: આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમે 3 ટેસ્ટ મેચ, 9 ODI સિરીઝ, 8 T-20 મેચો તેમજ એશિયા કપ ODI ના ફોર્મેટમાં રમવાનો છે. જેમાં અફઘાનિસ્તાન સામે ત્રણ વનડે, વેસ્ટ ઈન્ડિઝ સામે 5 ટી-20 મેચ અને 2 ટેસ્ટ મેચ, આયર્લેન્ડ સામે 3 ટી-20 મેચ અને ઓસ્ટ્રેલિયા સામે 3 વન-ડે મેચ રમવાની છે. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામેની એક મેચની શ્રેણી પહેલા એશિયા કપમાં પણ ભાગ લેવાની છે. આ વખતે એશિયા કપ પાકિસ્તાનમાં યોજાવાનો છે, પરંતુ આ સ્પર્ધામાં ભારતની મેચો અન્ય કોઈ જગ્યાએ યોજાશે. આ વખતે એશિયા કપમાં 50 ઓવરની મેચ રમાશે.
આ પણ વાંચો:Sanju Samson IPL Record: આવું કરનાર એકમાત્ર ખેલાડી સંજુ સેમસનને પાછળ છોડવું સરળ નથી