- કોચ દ્રવિડ સહિત ભારતીય ખેલાડીઓ જયપુર પહોંચ્યા
- 14 નવેમ્બરથી ખેલાડી RCA એકેડમી પર અભ્યાસ કરશે
- 17 નવેમ્બરના ન્યુઝીલેન્ડ સામે ટી-20 મેચ રમાશે
જયપુર: 17 નવેમ્બરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ (sawai mansingh stadium) પર ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે રમાનારી ટી-20 (indvsnz t20 match) મેચ માટે ભારતીય ટીમનું જયપુર પહોંચવાનું શરૂ થઈ ગયું છે. ભારતીય ટીમના નવા કોચ રાહુલ દ્રવિડ (Indian Cricket Team Couch Rahul Dravid) સહિત અનેક ખેલાડી જયપુર પહોંચી ચૂક્યા છે અને આજે સાંજ સુધી લગભગ આખી ટીમ જયપુર પહોંચી જશે.
2-3 દિવસ ક્વોરન્ટાઇન રહેશે ખેલાડીઓ
ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડની સાથે અક્ષર પટેલ, હર્ષલ પટેલ, આવેશ ખાન, વેંકટેસ અય્યર શુક્રવારના જયપુર પહોંચી ચૂક્યા છે, જ્યારે ગુરૂવારના યુઝવેન્દ્ર ચહલ અને ઋતુરાજ ગાયકવાડ જયપુર પહોંચ્યા હતા. જયપુર એરપોર્ટ પર પહોંચ્યા બાદ તમામ ખેલાડી હોટલ માટે રવાના થયા, જ્યાં તેમણે 2થી 3 દિવસ ક્વોરન્ટાઇન રહેવું પડશે.
ખેલાડીઓએ બાયો બબલમાં રહેવું પડશે
આ ઉપરાંત ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને વાઇસ કેપ્ટન કેએલ રાહુલ અને અન્ય ખેલાડી બપોર બાદ જયપુર પહોંચશે. ક્વોરન્ટાઇન રહ્યા બાદ 14 નવેમ્બરથી ખેલાડી RCA એકેડમી પર અભ્યાસ કરશે અને આ દરમિયાન તમામ ખેલાડીઓએ બાયો બબલમાં રહેવું પડશે. ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચો માટે પણ ટીમની જાહેરાત થઈ ગઈ છે. વિરાટ કોહલી આરામ પર છે, જેની જગ્યાએ અજિંક્ય રહાણે ટીમની કમાન સંભાળશે. વિરાટ મુંબઈમાં બીજી ટેસ્ટ માટે ટીમમાં સામેલ થશે અને ટીમનું નેતૃત્વ કરશે. મુંબઈ ટેસ્ટ 3 ડિસેમ્બરના છે. ટેસ્ટ મેચમાંથી જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને રોહિત શર્માને BCCIએ આરામ આપ્યો છે.