કોલંબોઃ એશિયા કપમાં સુપર-4માં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પૂર્ણ થઈ શકી ન હતી. જેના કારણે મેચ સોમવારે રિઝર્વ ડે પર રમાઈ હતી. ભારતીય દાવ 24.1 ઓવરમાં 147 રનથી શરૂ થયો હતો. કેએલ રાહુલ અને વિરાટ કોહલી ક્રીઝ પર હતા. કેએલ રાહુલ (અણનમ 111) અને વિરાટ કોહલી (અણનમ 122)ની શાનદાર સદીની ઇનિંગ્સને કારણે ભારતે સોમવારે પાકિસ્તાન સામે એશિયા કપની સુપર-4 મેચમાં બે વિકેટના નુકસાન પર 356 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. પાકિસ્તાન 32 ઓવરમાં 128 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આમ ભારતે પાકિસ્તાનને 228 રને હરાવ્યું હતું.
વિરાટ કોહલીના 13 હજાર રન પૂરાઃકેએલ રાહુલ માટે તે શાનદાર પુનરાગમન હતું જ્યાં તેણે છઠ્ઠી સદી ફટકારી હતી. કોહલીએ જ્યારે તેની 47મી ODI સદી ફટકારી, ત્યારે તે સૌથી ઝડપી 13 હજાર રન બનાવનાર ક્રિકેટર પણ બન્યો છે. આ પહેલા ગઈકાલે સુકાની રોહિત શર્મા 56 રન બનાવીને આઉટ થયો હતો અને શુભમન ગિલ 58 રન બનાવીને આઉટ થયો હતો.