પલ્લેકેલે:પાકિસ્તાન સામેની મેચ વરસાદને કારણે ધોવાઈ ગયા બાદ, ભારત આજે નેપાળ સામે ટકરાશે જેમાં રોહિત શર્માની આગેવાનીવાળી ટીમ એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટના સુપર ફોરમાં પોતાનું સ્થાન નક્કી કરવા માટે મોટી જીત નોંધાવશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે શરૂ થશે.
આજની મેચ પણ ધોવાઇ જાય તો?: પાકિસ્તાન પહેલા જ ગ્રુપ Aમાંથી સુપર ફોરમાં જગ્યા બનાવી ચૂક્યું છે. તેના 2 મેચમાં ત્રણ પોઈન્ટ છે. વરસાદના કારણે પાકિસ્તાન સામેની મેચ રદ્દ થવાને કારણે ભારત પાસે 1 પોઈન્ટ છે. જો આજની મેચ પણ ધોવાઇ જાય છે, તો ભારત બે પોઇન્ટ સાથે સુપર ફોરમાં પહોંચી જશે, પરંતુ રોહિત શર્મા અને તેના સાથી ખેલાડીઓ ચોક્કસપણે આ રીતે આગળ વધવા માંગતા નથી.
હવામાનની આગાહીઃઆજના હવામાન વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે, પલ્લેકેલેમાં વરસાદની સંભાવના લગભગ 89% છે અને પવન 44 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. સોમવારે, અહીં મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે, જ્યારે લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. દિવસભર મેદાન વાદળછાયું રહેશે, જેના કારણે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
રોહિત-વિરાટ અને શ્રેયસ પર નજરઃ એ જ રીતે પંડ્યાની અડધી સદીથી ટીમ મેનેજમેન્ટ ખુશ હશે.તેણે પહેલા કિશનના સાથીદારની ભૂમિકા ભજવી અને બાદમાં આક્રમક બેટિંગ કરી હતી. ભારતના ટોચના 4 બેટ્સમેન રોહિત શર્મા, વિરાટ કોહલી, શુભમન ગિલ અને શ્રેયસ અય્યર પાકિસ્તાનના ઝડપી બોલરોનો સામનો કરી શક્યા નથી.
બુમરાહ અંગત કારણોસર આ મેચ નહિ રહેઃરોહિત અને કોહલીને વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો હતો જ્યારે અય્યર ઈજામાંથી સાજા થઈને પુનરાગમન કરી રહ્યો છે. આ ત્રણેય બેટ્સમેન પાસે એશિયા કપ 2023માં નેપાળ સામે મોટો સ્કોર કરવાની તક હશે. જોકે ભારતને નિરાશા થશે કે તેના બોલરોને પાકિસ્તાનના બેટ્સમેનોની સામે પોતાનું કૌશલ્ય બતાવવાનો મોકો મળ્યો નથી. ટીમ મેનેજમેન્ટ એ જોવા માટે ઉત્સુક રહેશે કે ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ 10 ઓવર બોલિંગ અને 50 ઓવર માટે ફિલ્ડિંગ કરવા માટે કેટલી હદે સક્ષમ છે. જોકે, જસપ્રીત બુમરાહ અંગત કારણોસર આ મેચમાં ઉપલબ્ધ રહેશે નહીં. નેપાળ ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે 238 રને હાર્યું હતું અને હવે તે ભારતને પડકાર આપવાનું લક્ષ્ય રાખશે.
બંને ટીમો આ પ્રમાણે છે:
ભારત:રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, પ્રસિધ્ધ ક્રિષ્ના, સંજુ સેમસન.
નેપાળ:રોહિત પૌડેલ (કેપ્ટન), કુશલ ભુર્તેલ, આસિફ શેખ, ભીમ શાર્કી, કુશલ મલ્લા, આરિફ શેખ, દીપેન્દ્ર સિંહ એરે, ગુલશન ઝા, સોમપાલ કામી, કરણ કેસી, સંદીપ લામિછાણે, લલિત રાજબંશી, પ્રતિત જીસી, મૌસમ ધકાલ, સંદીપ જોરા , કિશોર મહતો , અર્જુન સઈદ.
આ પણ વાંચોઃ
- Heath Streak Death: ઝિમ્બાબ્વેના મહાન ક્રિકેટર હીથ સ્ટ્રીકે 49 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
- Rohit Sharma Record: એશિયા કપમાં રોહિત શર્માનો ગજબ રેકોર્ડ, ધોની અને કોહલી પણ ના કરી શકયા