ગુજરાત

gujarat

By

Published : Dec 23, 2022, 10:45 AM IST

ETV Bharat / sports

બાંગ્લાદેશના પ્રથમ દાવમાં બનાવેલા 227 રનના જવાબમાં 70 રન પર ગિલ અને રાહુલ આઉટ

બીજી ટેસ્ટ મેચના (Second Test Match Second Day) બીજા દિવસે ભારતીય ઓપનર શુભમન ગિલ અને કેપ્ટન કેએલ રાહુલે ધીરજ સાથે બેટિંગ શરૂ કરી હતી પરંતુ બાંગ્લાદેશ (India vs Bangladesh) દ્વારા પ્રથમ દાવમાં બનાવેલા 227 રનના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 70 રન બનાવી 2 વિકેટ ગુમાવી દીધી છે.

Etv Bharatબાંગ્લાદેશના પ્રથમ દાવમાં બનાવેલા 227 રનના જવાબમાં 70 રન પર ગિલ અને રાહુલ આઉટ
Etv Bharatબાંગ્લાદેશના પ્રથમ દાવમાં બનાવેલા 227 રનના જવાબમાં 70 રન પર ગિલ અને રાહુલ આઉટ

ઢાકા:ભારતીય ક્રિકેટ ટીમે (India vs Bangladesh) પ્રથમ દાવમાં ધીમી અને સ્થિર શરૂઆત કરી છે. બીજી ટેસ્ટ મેચના (Second Test Match Second Day) બીજા દિવસે ભારતીય ઓપનર શુભમન ગિલ અને કેપ્ટન કેએલ રાહુલે ધીરજ સાથે બેટિંગ ચાલુ રાખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાંગ્લાદેશ દ્વારા પ્રથમ દાવમાં બનાવેલા 227 રનના જવાબમાં 70 રન બનાવી 2 વિકેટ ગુમાવી દીધી છે.

બાંગ્લાદેશના મોમિનુલ હકે સૌથી વધુ 84 રન બનાવ્યા હતા:આ પહેલા પ્રથમ દિવસની રમતના અંત સુધી ભારતીય ટીમે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 19 રન બનાવી લીધા હતા. જેમાં કેએલ રાહુલ 3 રન અને શુભમન ગિલ 14 રન બનાવીને અણનમ રહ્યા હતા. ફાસ્ટ બોલર ઉમેશ યાદવ અને ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને 4-4 વિકેટ લીધા બાદ ભારતે ગુરુવારે શેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બીજી ટેસ્ટના પ્રથમ દિવસે બાંગ્લાદેશને 73.5 ઓવરમાં 227 રનમાં આઉટ કરી દીધું હતું. બાંગ્લાદેશ તરફથી મોમિનુલ હકે સૌથી વધુ 84 રન બનાવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details