ગુજરાત

gujarat

ETV Bharat / sports

માર્નસ લાબુશેનઃ ટેસ્ટ ક્રિકેટમાં કોહલી કરતા વઘુ સારો ક્રિકેટર છે સ્મિથ - સ્ટીવ સ્મિથ

ઓસ્ટેલિયન બેટ્સમેન લાબુશેનનું માનવું છે કે, સ્મિથમાં કોઈ પણ પરિસ્થિતિમાં દબાણમાં આવ્યા વગર સંતુલિત રીતે રમવાની ક્ષમતા છે. જે તેને અન્ય ક્રિકેટર્સથી અલગ તારવે છે.

Marnus Labuschagne
Marnus Labuschagne

By

Published : Jul 22, 2020, 3:56 PM IST

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન માર્નસ લાબુશેનના ટેસ્ટ ક્રિકેટમાં સાથી ખેલાડી સ્ટીવ સ્મિથને વિરાટ કોહલી કરતા શ્રેષ્ઠ ટેસ્ટ ખેલાડી ગણાવ્યો છે. આ સાથે તેમને મર્યાદિત ઓવરોમાં કોહલીનો કોઈ જવાબ નથી. ટેસ્ટ રેન્કિંગમાં સ્મિથ અને કોહલી ટોચના બે બેટ્સમેન છે. લાબુશેનનું માનવું છે કે, સ્મિથ દબાણ અને અલગ અલગ પીચ પર પણ સારૂ પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે.

સ્ટીવ સ્મિથ

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર લાબુશેનને જણાવ્યું છે કે, મને લાગે છે કે સ્મિથે કહ્યું છે કે, તે ટેસ્ટ ક્રિકેટમાં દરેક પરિસ્થિતિમાં કોઈ રસ્તો શોધી શકે છે. આ જ વસ્તુ તેને ટેસ્ટમાં પ્રથમ નંબરનો ખેલાડી બનાવે છે. ભલે સ્મિથ ભારત હોય કે ઇંગ્લેન્ડ, તે દરેક જગ્યાએ પોતાનો રસ્તો શોધી કાઢે છે. સ્મિથે ભારતમાં સ્કોર કર્યો છે, ઈંગ્લેન્ડમાં પણ રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયામાં પણ સ્કોર કરી રહ્યો છે. તેથી સ્મિથ ક્યાં રમી રહ્યો છે અને ક્યાં સંજોગોમાં રમી રહ્યો છે, તેનાથી તેનો કોઈ ફર્ક નથી પડતો. સ્મિથ રન બનાવવાનું જાણે છે અને તે રન બનાવી જાણે છે. વિરાટે પણ આવું જ કર્યું છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં હું સ્મિથને શ્રેષ્ઠ માનુ છું.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર લાબુશેન ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીના 27 સદી છે, જ્યારે સ્મિથે 26 સદી ફટકારી છે. વિરાટની એવરેજ રન રેટ કરતા સ્મિથની રનરેટ વધુ છે. વિરાટ મર્યાદિત ઓવરોની ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરે છે. કોહલી મેચ જે રીતે રન ચેઝ કરી લક્ષ્યાંક હાંસલ કરે છે, એ પરથી મને લાગે છે કે, મને તેમની પાસેથી ધણુ શિખવા મળ્યું છે.

ABOUT THE AUTHOR

...view details