સ્પોટ્સ ડેસ્ક: ICC મહિલા T-20 વિશ્વકપમાં 21 ફેબ્રુઆરીથી શરૂઆત થશે. દુનિયાની સૌથી શ્રેષ્ઠ 10 ટીમો આ T-20 વિશ્વ કપમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે, મહિલા વિશ્વકપની પ્રથમ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 21 ફેબ્રુઆરીએ સિડની ખાતે આજે રમાશે.
મહિલા ટી-20 વિશ્વકપની સાતમી સીઝનની મેજબાની ઓસ્ટ્રેલિયા કરશે. વિશ્વકપની ફાઈનલ 8 માર્ચ અંતરરાષ્ટ્રીય મહિલા દિવસે રમાશે. આ વિશ્વ કપમાં થાઇલેન્ડની ટીમ પર સૌની નજર રહેશે. થાઈલેન્ડે બધાને ચોંકવતા આ વિશ્વકપમાં પ્રથમવાર ક્વોલીફાઈ કર્યું છે. મહિલા વિશ્વકપની પ્રથમ સિઝન 2009માં રમાઈ હતી.
પ્રથમ વિશ્વકપ ન્યૂઝીલેન્ડને હરાવી ઈગ્લેન્ડે જીત્યો હતો. મહિલા ટી-20 વિશ્વકપના ઈતિહાસમાં એક જ વાર યજબાન ટીમ વિજેતા બની છે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ટુર્નામેન્ટની પ્રથમ મેચ બપોરે 1.30 વાગ્યાથી પ્રસારીત થશે.
મહિલા T-20 વર્લ્ડ કપની પહેલી મેચ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. બંને ટીમે છેલ્લા બંને વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ જીતી છે. ચાલુ મહિને બંને ટીમ 3 મેચો રમી ચુકી છે. આ આજે તેમની વચ્ચે ચોથી મેચ રમાશે. આ 3 મેચમાંથી ઓસ્ટ્રેલિયા 2 અને ભારતે 1 મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયા ચાર વખત વર્લ્ડ કપમાં ચેમ્પીયન બની છે. જ્યારે ભારત ફાઈનલમાં પહોંચવામાં પણ સફળ થઈ શકી નથી. અત્યાર સુધી બંને વચ્ચે 18 મેચો રમાઈ છે, જેમાં ઓસ્ટ્રેલિયાને 13 તથા ભારતને 5 મેચોમાં જીત મળી છે. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા દરેક ઓવરમાં ભારતથી 1 રન વધુ બનાવે છે. જે ભારત માટે ચિંતાનો વિષય છે.