ગુજરાત

gujarat

ETV Bharat / sports

Exclusive Interview: જાણો કોન છે ટીમ ઈન્ડિયાનો 12મો ખેલાડી? - team india

હૈદરાબાદઃ ભારતીય ક્રિકેટ ટીમ અને ઑસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ વચ્ચે 5 મેચની વન ડે સિરીઝની પ્રથમ મેચ રમાવા જઈ રહ્યો છે. 2 માર્ચથી શરુ થનારી આ મેચ હૈદરાબાદમાં રમાશે. જે માટે ભારતીય ટીમ ખૂબ જ પરસેવો પાડી રહી છે. ETV Bharat એ ટીમ ઇન્ડિયાની સાથે 12માં ખેલાડી તરીકે આવેલા ક્રિકેટર સાથે ખાસ વાતચીત પણ કરી છે.

ધર્મવીર પાલ

By

Published : Mar 1, 2019, 4:27 PM IST

ટીમ ઈન્ડિયાના સૌથી મોટા ફેન ધર્મવીર પાલે જણાવ્યું કે, ટીમ ઈન્ડિયા અને ભારતીય ખેલાડીઓ વિશે ઘણી વાતો જણી છે. આ સાથે જ તેમણે તેમના પ્રિય ક્રિકેટર વિશે પણ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ધર્મવીર પાલનો જન્મ ગ્વાલિયરમા થયો હતો, તેઓ સ્નાયુઓના દુઃખાવાથી પીડાઈ રહ્યો છે. 10મું ફેલ હોવા છતાં તે ફટાફટ અંગ્રેજી બોલે છે.

ધર્મવીર પાલ દિવ્યાંગ ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન પણ છે. ટીમમાં તેની ભૂમિકા એક ઓલ રાઉન્ડર ખેલાડીની રહી છે. ભારતીય ક્રિકેટ ટીમના ધાતક ઓલ રાઉન્ડર યુવરાજ સિંહ તેનો પ્રિય ખેલાડી છે. સારી અંગ્રેજી બોલવાનો શ્રેય તેમણે યુવીને આપ્યો છે. તેમણે જણાવ્યું કે, યુવરાજ સિંહે તેમને અંગ્રેજી સમાચાર વાંચવા માટે કહ્યું હતું. જેના કારણે તેની અંગ્રેજી સારી થઈ ગઈ છે. આ સાથે ધર્મવીર પાલએ જણાવ્યું કે, તેના પિતાનું મૃત્યુ થઈ ગયું છે અને ઘરનો ખર્ચ ખેલાડીઓ દ્વારા આપવામાં આવતા રુપિયામાંથી ચાલે છે. ભારત જ નહીં પરંતુ ભારતીય ટીમને સપોર્ટ કરવા માટે વિદેશ સુધી પણ ગયેલ છે. તેમણે વિશ્વકપ પણ જોયો છે અને ઈંગ્લેન્ડમાં થનારો 2019નો વિશ્વકપ પણ જોવા માટે જઈ રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details