લંડનમાં રમાઈ રહેલા વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ રમી રહેલા રોહિતે 37 ઈનિંગમાં 2 હજાર રનના આંકડાને પાર કરી દીધો છે. રોહિતે અત્યાર સુધીમાં કુલ 23 સદી ફટકારી છે, જેમાંથી 4 ઓસ્ટ્રલિયાની વિરૂદ્ધ લગાવી છે. આ ટીમ સામે તેમનું વ્યક્તિગત સર્વોચ્ચ યોગદાન 209 રનનું છે.
‘હિટમેન’ રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પૂરા કર્યા 2000 વન-ડે રન - BCCI
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટિમના ઓપનિંગ બૅટ્સમેન રોહિત શર્માએ વન-ડે મેચમાં ઓસ્ટ્રલિયા વિરૂદ્ધ 2000 રન પૂરા કર્યા છે.
તે સિવાય રોહિતે અફઘાનિસ્તાનની વિરુદ્ધ એક મેચમાં 18 રન, બાંગ્લાદેશની વિરુદ્ધ 12 મેચમાં 556 રન, ઈંગ્લેન્ડની વિરુદ્ધ 12 મેચમાં 352 રન, ન્યુઝીલેન્ડની વિરુદ્ધ 23 મેચમાં 702 રન, પાકિસ્તાનની વિરુદ્ધ 15 મેચમાં 580 રન, દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ 25 મેચમાં 766 રન, શ્રીલંકાની વિરુદ્ધ 45 મેચમાં 1562 રન, વેસ્ટઈંડીજની વિરુદ્ધ 26 મેચમાં 1219 રન અને જિમ્બાબ્વેની વિરુદ્ધ 7 મેચમાં 242 રન બનાવ્યા છે.
રોહિતા પોતાના ક્રિકેટના કરિયરમાં અત્યાર સુધી 23 સદી અને 41 અડધી સદી લગાવી છે. રોહિત દુનિયાનો એકમાત્ર એવો બેટ્સમેન છે, જેમણે વનડે મેચોમાં ત્રણ બેવડી સદી ફટકારી છે.