મુંબઈ:ICC વર્લ્ડ કપ 2023નો લીગ સ્ટેજ હવે પૂરો થઈ ગયો છે. ICC વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાએ લીગ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. હવે પ્રથમ સેમિફાઇનલ 15 નવેમ્બરે ભારતનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે આઇકોનિક વાનખેડે સ્ટેડિયમમાં થશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 સેમિફાઇનલ માટે અમ્પાયરોની પસંદગી કરવામાં આવી છે. જેમાં અનુભવી રોડ ટકર અને ઇંગ્લેન્ડના રિચાર્ડ ઇલિંગવર્થ અમ્પાયરિંગ કરશે. આ ઐતિહાસિક મેચમાં ત્રીજા અમ્પાયર જોએલ વિલ્સન, ચોથા અમ્પાયર એડ્રિયન હોલ્ડસ્ટોક અને મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ સાથે જોડાશે.
બીજી સેમિફાઇનલ:ગુરુવારે 16 નવેમ્બરે કોલકાતામાં રમાનારી મેચમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી સેમિફાઇનલમાં રિચાર્ડ કેટલબોરો અને નીતિન મેનન જ્યારે ક્રિસ ગેફની ત્રીજા અમ્પાયર રહેશે. માઈકલ ગફ (ચોથો અમ્પાયર) અને ભારતના ભૂતપૂર્વ ઝડપી બોલર જવાગલ શ્રીનાથ મેચ રેફરીની ફરજ બજાવશે.ગુરુવારે
સીન ઇઝીએ તમામને અભિનંદન આપ્યા: ICC અમ્પાયર અને રેફરી મેનેજરને સીન ઇઝીએ તમામને અભિનંદન આપ્યા હતા. "અમને વર્લ્ડ કપ સેમિ-ફાઇનલ માટે મેચ અમ્પાયરની જાહેરાત કરવામાં આનંદ થાય છે. અમ્પાયર તરીકે તમામે અત્યાર સુધી ઉચ્ચ સ્તરે પ્રદર્શન કર્યું છે, અને તેઓ નોકઆઉટમાં આગળ વધે તે માટે હું તેમને શુભેચ્છા પાઠવું છું.