નવી દિલ્હી:ICC ક્રિકેટ ODI વર્લ્ડ કપ 2023માં શ્રીલંકન ક્રિકેટ ટીમના નિરાશાજનક પ્રદર્શન બાદ ઉભો થયેલો વિવાદ હવે શ્રીલંકન ક્રિકેટ બોર્ડ પર પડ્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) બોર્ડે શ્રીલંકા ક્રિકેટનું ICC સભ્યપદ સસ્પેન્ડ કરી દીધું છે. ICC બોર્ડની આજે બેઠક મળી હતી અને નિર્ણય લીધો હતો કે શ્રીલંકા ક્રિકેટ સભ્ય તરીકે તેની જવાબદારીઓનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને તેની ફરજો યોગ્ય રીતે નિભાવી રહ્યું નથી. આ પછી ICCએ આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે જો ICC દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલ શ્રીલંકા ક્રિકેટનું આ સસ્પેન્શન વધુ સમય સુધી ચાલુ રહેશે તો તેને આવતા વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપમાંથી બહાર થવું પડશે. કારણ કે T20 વર્લ્ડ કપ 2024 ICC ટૂર્નામેન્ટ છે. આવી સ્થિતિમાં, આ ટૂર્નામેન્ટમાં ફક્ત ICCની સભ્યપદ ધરાવતી ટીમો જ ભાગ લઈ શકે છે.
શ્રીલંકાને મોટો ફટકો:શ્રીલંકાની ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ 2023માં ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. ટીમ સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. હવે ICCનો આ મોટો નિર્ણય ક્રિકેટ બોર્ડમાં શ્રીલંકા સરકારની દખલગીરી બાદ આવ્યો છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડ પહેલાથી જ સંકટનો સામનો કરી રહ્યું હતું. હવે ICCએ તેને વધુ એક મોટો ઝટકો આપ્યો છે.
શ્રીલંકા ક્રિકેટ ટીમે ICC વર્લ્ડ કપ 2023માં 9 મેચ રમી અને માત્ર 2 મેચ જીતી. આ સિવાય તેને 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રીલંકાની ટીમ 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 9માં નંબર પર છે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકાને 302 રને હરાવ્યું હતું. ખુદ શ્રીલંકન ટીમના ખેલાડીઓ આ વખતે પ્રદર્શનથી નિરાશ છે.
- ICC World Cup 2023: સતત સાતમી જીત તરફ આગળ વધી રહ્યું છે ઓસ્ટ્રેલિયા
- World Cup 2023: રચિન રવિન્દ્રનો તેની દાદી નજર ઉતારતો સુંદર વીડિયો થયો વાયરલ, તમે પણ જુઓ