ગુજરાત

gujarat

ETV Bharat / sports

ICC World Cup 2023: વિરાટ કોહલીએ ફટકારેલી 48મી વનડે સદીમાં કે એલ રાહુલનું યોગદાન મહત્વનું છે - પુના

બાંગ્લાદેશ વિરુદ્ધ મેચમાં વિરાટ કોહલીએ 48મી વનડે સદી ફટકારી છે. આ સદીમાં કે. એલ. રાહુલનું વિશિષ્ટ પ્રદાન રહ્યું છે. વાંચો મીનાક્ષી રાવનો અહેવાલ.

વિરાટ કોહલીએ ફટકારેલી 48મી વનડે સદીમાં કે એલ રાહુલનું યોગદાન મહત્વનું છે
વિરાટ કોહલીએ ફટકારેલી 48મી વનડે સદીમાં કે એલ રાહુલનું યોગદાન મહત્વનું છે

By ETV Bharat Gujarati Team

Published : Oct 20, 2023, 4:22 PM IST

પૂનાઃ વિરાટ કોહલીએ પૂનામાં પોતાની 48મી વન ડે સદી અને વર્લ્ડ કપમાં પ્રથમ સદી ફટકારી છે. વિરાટ કોહલીની આ સદીમાં કે.એલ. રાહુલનું વિશિષ્ટ પ્રદાન છે. રાહુલના રન ન લેવા, કોહલીને સદી માટે પ્રોત્સાહન પૂરૂ પાડવું વગેરે રાહુલનો નિસ્વાર્થ અને ઉદારતા જાહેર કરે છે. રાહુલનો આ અભિગમ રોહિત શર્માની ટીમ સ્પીરિટ અને હકારાત્મક વાતાવરણની થીયરીને સમર્થન કરે છે. જે તેમના વર્લ્ડ કપ 2023ના ડ્રીમ રનને પ્રેરિત કરે છે.

પૂનામાં બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતને જે જીત મળી તેમાં પોતાનું યોગદાન આપવા માટે રાહુલે 34 રન ખૂબ જ ઝડપી બનાવી લીધા હતા. જ્યારે 38મી ઓવરમાં કોહલીએ 80 રન પૂરા કરી લીધા અને તે સદીની નજીક હતો ત્યારે ભારતને મેચ જીતવા માટે માત્ર 23 રનની જરૂર હતી. આ સમયે રાહુલ કોહલી પાસે ગયા અને સદી પૂરી કરવા બાબતે વાત કરી.

જ્યારે જીતવા માટે માત્ર 2 રન બચ્યા હતા ત્યારે કોહલી 97 રન પર રમતો હતો. ત્યારે બોલરે એક વાઈડ બોલ ફેંક્યો હતો. ભારત પોતાના જીતના સ્કોર તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે એમ લાગતું હતું કે કોહલી પોતાનું લક્ષ્ય પૂરુ નહીં કરી શકે, પરંતુ કોહલીએ શાનદાર સિક્સ મારીને પોતાની સદી પૂરી કરી લીધી હતી.

રાહુલે મેચ બાદ કહ્યું કે, મેં કોહલીને કહ્યું કે આ મેચ આપણે જીતી રહ્યા છીએ તેથી તમારે સદી પૂરી કરી લેવી જોઈએ. રાહુલ પર કોહલીના સ્ટાર પાવર અને સતત રન ચેઝરની પ્રતિષ્ઠાનો પ્રભાવ અનેકવાર પડ્યો છે. ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતના શરુઆતની મેચમાં, શરુઆતની ઓવર્સમાં ટીમ ત્રણ શૂન્યથી સંકટમાં આવી ગઈ હતી.

ત્યારે કોહલી અને રાહુલે 15 ઓવર બાકી હતી અને ઓસ્ટ્રેલિયાના 199 રનોના લક્ષ્યનો પીછો કર્યો હતો. ભારતની આ જીતને 5 વાર વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શાનદાર જીત ગણવામાં આવી હતી. જો કે રાહુલે કોહલીના વ્યક્તિગત સ્કોર અને ટીમની જીત માટે જે પ્રદાન કર્યુ તેની યોગ્ય પ્રશંસા થઈ નહતી. જ્યાર્થી રાહુલ ઈજામાંથી સાજા થઈને પરત ફર્યો છે ત્યારથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.

  1. World Cup 2023: ભારતને મોટો ઝટકો, ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યા ન્યુઝીલેન્ડ સામેની મેચમાંથી બહાર
  2. World Cup 2023: ભારતની સતત ચોથી જીત, સુકાની રોહિત શર્માએ કહ્યું : અમે એક જૂથ તરીકે સારું પ્રદર્શન કરી રહ્યા છીએ

ABOUT THE AUTHOR

...view details