ગુજરાત

gujarat

ETV Bharat / sports

World Cup 2023 IND vs SL : શ્રીલંકાને 302 રને હરાવીને ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલમાં પહોંચી - UPDATES AND STADIUM MUMBAI

આ વર્લ્ડ કપમાં ભારતની 7 મેચમાં આ સતત 7મી જીત છે. ભારત એકમાત્ર એવી ટીમ છે જે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. બીજી તરફ શ્રીલંકન ટીમની 7 મેચમાં આ 5મી હાર છે.

ICC CRICKET WORLD CUP 2023 INDIA VS SRI LANKA LIVE SCORE LIVE MATCH UPDATES AND HIGHLIGHTS FROM WANKHEDE STADIUM MUMBAI
ICC CRICKET WORLD CUP 2023 INDIA VS SRI LANKA LIVE SCORE LIVE MATCH UPDATES AND HIGHLIGHTS FROM WANKHEDE STADIUM MUMBAI

By ETV Bharat Gujarati Team

Published : Nov 2, 2023, 8:59 PM IST

અમદાવાદ: ભારતે શ્રીલંકાને 302 રનના વિશાળ અંતરથી હરાવીને સતત 7મી મેચ જીતી છે. ટીમ ઈન્ડિયા 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે અને વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલમાં પહોંચનારી સત્તાવાર રીતે પ્રથમ ટીમ બની ગઈ છે. જોકે, તેણે હજુ પણ દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ સામે વધુ 2 લીગ મેચ રમવાની છે.

302 રનથી મોટી જીત:ભારતે શ્રીલંકાને 302 રને હરાવ્યું છે. ભારતે આપેલા 357 રનના ટાર્ગેટના જવાબમાં શ્રીલંકાની આખી ટીમ 19.4 ઓવરમાં માત્ર 55 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ભારતે 302 રનથી મોટી જીત હાંસલ કરી, જે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સૌથી મોટી જીત છે. ભારત માટે ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ સૌથી વધુ 5 વિકેટ પોતાના નામે કરી હતી. મોહમ્મદ સિરાજને 3 જ્યારે જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને 1-1 સફળતા મળી હતી. આ જીત સાથે ટુર્નામેન્ટમાં ભારતનું અજેય અભિયાન ચાલુ છે અને તેણે સતત 7મી મેચ જીતી લીધી છે.

મોહમ્મદ શમીનો તરખાટ: ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીએ 14 રનના અંગત સ્કોર પર 18મી ઓવરના છેલ્લા બોલ પર કસુન રાજીથાને સ્લિપમાં શુભમન ગીલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ વિકેટ સાથે તેણે મેચમાં 5 વિકેટ પૂરી કરી અને તે ક્રિકેટ વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો.

મદુશંકાએ મેચમાં 5 વિકેટ લીધી અને વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં ટોચ પર પહોંચી ગયો. શ્રીલંકાને વર્લ્ડ કપ 2023ની ત્રીજી જીત હાંસલ કરવા માટે 358 રનનો લક્ષ્યાંક હાંસલ કરવાનો છે. તે જ સમયે, સેમિફાઇનલમાં પહોંચવા માટે ભારતે શ્રીલંકાને 358 રન સુધી મર્યાદિત કરવું પડશે.

  1. World Cup 2023: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઈંગ્લેન્ડ સામે ટકરાશે ઓસ્ટ્રેલિયા
  2. FORMER INDIAN CRICKETER SURENDRA NAYAK : ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેન્દ્ર નાયકે કહ્યું કે, રોહિત શર્મા ભારતીય ક્રિકેટ ટીમ માટે ઈશ્વરીય ભેટ

ABOUT THE AUTHOR

...view details