ગુજરાત

gujarat

ETV Bharat / sports

ICC World Cup 2023: અમિતાભ બચ્ચન અને સચિન તેંડુલકર પછી રજનીકાંતને ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ગોલ્ડન ટિકિટ મળી

હવે ભારતીય સિનેમાના થલાઈવા અને સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ગોલ્ડન ટિકિટ આપવામાં આવી છે. BCCI સેક્રેટરી જય શાહે રજનીકાંતને ગોલ્ડન ટિકિટ આપી છે. તાજેતરમાં જ સદીના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને સચિન તેંડુલકર ગોલ્ડન ટિકિટ આપવામાં આવી હતી.

By ETV Bharat Gujarati Team

Published : Sep 19, 2023, 4:33 PM IST

Etv BharatICC World Cup 2023
Etv BharatICC World Cup 2023

હૈદરાબાદ:આવતા મહિને ઓક્ટોબરમાં વિશ્વની સૌથી મોટી ટુર્નામેન્ટ ક્રિકેટ વર્લ્ડ કપ યોજાવા જઈ રહ્યો છે. આ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ખાસ વાત એ છે કે, આ વખતે તેની યજમાની ભારત કરશે. ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ઓક્ટોબરથી નવેમ્બર વચ્ચે રમાશે. જેમાં દેશના અલગ-અલગ રાજ્યોમાં સ્થિત ક્રિકેટ સ્ટેડિયમમાં મેચો યોજાશે. ક્રિકેટ વર્લ્ડ કપ 2023 એટલા માટે પણ ખાસ છે કારણ કે, તાજેતરમાં જ સદીના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને સચિન તેંડુલકર ગોલ્ડન ટિકિટ આપવામાં આવી હતી. હવે ભારતીય સિનેમાના થલાઈવા અને સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ગોલ્ડન ટિકિટ આપવામાં આવી છે. BCCI સેક્રેટરી જય શાહે રજનીકાંતને ગોલ્ડન ટિકિટ આપી છે.

BCCIએ તસવીર શેર કરી છે:તમને જણાવી દઈએ કે, BCCIએ પોતાની એક્સ પોસ્ટમાં રજનીકાંત અને જય શાહની તસવીર શેર કરી છે. આ તસવીરમાં BCCI સેક્રેટરી દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતને ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માટે ગોલ્ડન ટિકિટ આપીને સન્માનિત કરતા જોવા મળે છે. રજનીકાંત સફેદ ટી-શર્ટમાં જ્યારે જય શાહ સફેદ શર્ટ અને બ્લેક પેન્ટમાં જોવા મળે છે.

રજનીકાંતને ગોલ્ડન ટિકિટ મળી:BCCIએ તેની પોસ્ટમાં લખ્યું છે, સિનેમાથી આગળ... BCCI સેક્રેટરી જયશાહે રજનીકાંતને ગોલ્ડન ટિકિટ આપી, જે સિનેમાની પ્રતિભા અને કરિશ્માના સાચા મૂર્ત સ્વરૂપ છે, મહાન અભિનેતાએ ભાષા અને સંસ્કૃતિને પાર કરી છે. લાખો લોકોના હૃદય પર અમીટ છાપ, અમને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે થલાઈવા અમારા વિશેષ અતિથિ તરીકે ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભાગ લેશે અને તેમની હાજરી સૌથી મોટી ઇવેન્ટમાં ચમક ઉમેરશે.

આ પણ વાંચોઃ

  1. ICC World Cup 2023 : આઈસીસી દ્વારા વર્લ્ડ કપ 2023નું ટાઈમ ટેબલ જાહેર, અમદાવાદમાં જ ફાઇનલ કેમ યોજાશે તેનું કારણ આ રહ્યું
  2. ODI World Cup 2023 : આ દિવસે ભારત-પાકિસ્તાન ટકરાશે, જુઓ ODI વર્લ્ડ કપમાં ભારતના મુકાબલા
  3. World Cup 2023: વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

ABOUT THE AUTHOR

...view details