ગુજરાત

gujarat

ETV Bharat / sports

ICCનો નવો નિયમ, જો 60 સેકન્ડમાં આવું નહીં થાય તો બીજી ટીમને 5 રન મળશે - 5 रन पेनल्टी नियम

ICC to introduce a Stop clock: ક્રિકેટમાં શિસ્ત મહત્વનો ભાગ ભજવે છે. ક્રિકેટ તેની શિસ્તને કારણે આજે લોકોના દિલ પર રાજ કરી રહ્યું છે. હવે ICC ક્રિકેટ ટીમોને અનુશાસન આપવા માટે એક નવો નિયમ લઈને આવ્યું છે. જાણો શું છે આ નિયમો

Etv BharatICC to introduce a Stop clock
Etv BharatICC to introduce a Stop clock

By ETV Bharat Gujarati Team

Published : Nov 22, 2023, 12:30 PM IST

Updated : Nov 22, 2023, 2:15 PM IST

નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2023ની સમાપ્તિ બાદ ICCના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. આઈસીસી ધીમી ઓવરોની સમસ્યાને પહોંચી વળવા માટે સ્ટોપ ક્લોક લગાવવા જઈ રહી છે. ICCએ મેચોમાં વધુ સમય લાગવાની સમસ્યાનો નવો ઉકેલ શોધી કાઢ્યો છે. ICC T-20 અને ODI ક્રિકેટમાં સ્ટોપ ક્લોક રજૂ કરવા સંમત થઈ ગયું છે. આ ઘડિયાળનો ઉપયોગ ઓવરો વચ્ચેનો સમય ઘટાડવા માટે કરવામાં આવશે.

ટીમો પર પાંચ રનનો દંડ કરવામાં આવશે: ICC, રમતનું સંચાલન કરતી સંસ્થા, 21 નવેમ્બરે જણાવ્યું હતું કે, પુરૂષોની ODI અને T20 માં બોલિંગ કરનાર ટીમો પર પાંચ રનનો દંડ કરવામાં આવશે જો કોઈ બોલર એક ઇનિંગમાં ત્રણ વખત આગલી ઓવર બોલિંગ કરવા માટે 60-સેકન્ડની મર્યાદાને વટાવે છે. શરૂઆતમાં તેનો ટેસ્ટ તરીકે ઉપયોગ કરવામાં આવશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ICCએ સ્ટોપ ક્લોક લગાવવાની જાહેરાત કરી છે:ICCએ આ નિર્ણય મેચ દરમિયાન વધુ સમય માટે લીધો છે. ટીમના કેપ્ટન એક ઓવર પછી બીજી ઓવર નાખવા માટે સમય લે છે, જેના કારણે નિર્ધારિત સમયમાં ઈનિંગ પૂરી થઈ શકતી નથી. આ સમય વધુ ન વધે તે માટે ICCએ સ્ટોપ ક્લોક લગાવવાની જાહેરાત કરી છે. ઘડિયાળ પૂર્ણ થયા પછી તે કાઉન્ટડાઉન શરૂ કરશે, અને આ કાઉન્ટડાઉન 60 સેકન્ડ સુધી ચાલશે. આ દરમિયાન બોલિંગ ટીમના કેપ્ટને બીજી ઓવર શરૂ કરવી પડશે.

ICC એદંડની જાહેરાત કરી છે: આ નિયમ પુરુષોની ODI અને T20I સુધી મર્યાદિત રહેશે અને આ ડિસેમ્બર અને એપ્રિલ 2024 વચ્ચે છ મહિના માટે 'ટ્રાયલ ધોરણે' પરીક્ષણ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે અગાઉ 2022 માં, ધીમી ઓવર રેટને પહોંચી વળવા માટે, ICC એ પુરુષ અને મહિલા ક્રિકેટ બંનેમાં ODI અને T20I મેચો દરમિયાન દંડની જાહેરાત કરી હતી. હાલમાં, રમતની સ્થિતિ અનુસાર, જો ફિલ્ડિંગ ટીમ નિર્ધારિત સમયમાં એક ઓવર પૂરી કરી શકતી નથી, તો તેણે પેનલ્ટી તરીકે 30-યાર્ડના વર્તુળમાં એક વધારાનો ફિલ્ડર ઉમેરવો પડશે.

મહિલા મેચ અધિકારીઓ માટે પણ જાહેરાત કરી:આ ઉપરાંત ICCએ મહિલા મેચ અધિકારીઓ માટે પણ જાહેરાત કરી છે. સર્વોચ્ચ સમિતિએ જાન્યુઆરી 2024 થી પુરૂષો અને મહિલા ક્રિકેટમાં ICC અમ્પાયરો માટે મેચ વેતન પણ સમાન કરી દીધું છે.

આ પણ વાંચો:

  1. વડાપ્રધાન મોદી ટીમ ઈન્ડિયાની હાર બાદ ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા, જાણો વિરાટ અને રોહિતને શું કહ્યું..
  2. ઓસ્ટ્રેલિયા સામે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યકુમાર યાદવ કરશે કપ્તાની
Last Updated : Nov 22, 2023, 2:15 PM IST

ABOUT THE AUTHOR

...view details