નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પહેલા એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા પાસેથી ટેસ્ટનું સામ્રાજ્ય છીનવી લીધું છે. ICC દ્વારા મંગળવારે જારી કરવામાં આવેલી તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ટીમ નંબર 1 ટીમ બની ગઈ છે. તમને જણાવી દઈએ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ બંને ટીમો વચ્ચે 7 થી 12 જૂન સુધી રમાશે. આ મોટી મેચ પહેલા ભારતીય ટીમે નંબર 1 ટેસ્ટ ટીમનો તાજ મેળવીને પોતાના ચાહકોને શાનદાર ભેટ આપી છે.
ઓસ્ટ્રેલિયાનું શાસન કેમ છીનવાઈ ગયું?:તમે વિચારતા જ હશો કે કોઈ પણ નવી ટેસ્ટ મેચ રમ્યા વગર ઓસ્ટ્રેલિયા કઈ રીતે પાછળ પડી ગયું અને ભારતીય ટીમ કઈ રીતે પ્રથમ સ્થાને પહોંચી ગઈ?તો તમને જણાવી દઈએ કે ICCએ આ વાર્ષિક રેન્કિંગ જાહેર કર્યું છે.જેમાં આધાર મે 2020 થી મે 2022 સુધી રાખવામાં આવ્યો છે. જેના કારણે ઓસ્ટ્રેલિયાએ 5 રેટિંગ પોઈન્ટ ગુમાવ્યા અને બીજા સ્થાને સરકી ગઈ, જ્યારે ભારતને 2 રેટિંગ પોઈન્ટનો ફાયદો થયો અને તે 121 રેટિંગ પોઈન્ટ સાથે નંબર 1 ટેસ્ટ ટીમ બની ગઈ. નવીનતમ રેન્કિંગ પહેલા ઓસ્ટ્રેલિયા 122 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને હતું અને ભારત 119 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને હતું.
આ પણ વાંચો:IPL 2023 :ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે આજે મહત્ત્વની મેચ, જીતવું આ ટીમ માટે ખૂબ જરુરી