ગુજરાત

gujarat

ETV Bharat / sports

ICC ODI World Cup 2023 Trophy: રામોજી ફિલ્મ સિટી ખાતે ખૂબ જ ધામધૂમથી વર્લ્ડ કપ ટ્રોફી પ્રદર્શિત કરવામાં આવી, જાણો કેવો રહ્યો કાર્યક્રમ - રામોજી ફિલ્મ સિટીમાં વર્લ્ડ કપ ટ્રોફી

હૈદરાબાદમાં સ્થિત વિશ્વની સૌથી મોટી ફિલ્મ સિટી રામોજી ફિલ્મ સિટીમાં ICC મેન્સ ODI વર્લ્ડ કપ 2023 ટ્રોફીને ધમાકેદાર રીતે પ્રદર્શિત કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન વર્લ્ડ કપ થીમ સોંગ દિલ જશ્ન-જશ્ન બોલે પણ વગાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ લગભગ એક કલાક સુધી ચાલ્યો અને ખૂબ જ અદભૂત હતો.

ICC ODI World Cup 2023 Trophy
ICC ODI World Cup 2023 Trophy

By ETV Bharat Gujarati Team

Published : Sep 20, 2023, 6:54 PM IST

નવી દિલ્હી: હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટી ખાતે આજે ICC ODI વર્લ્ડ કપ 2023ની ટ્રોફી પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ટ્રોફી જોવા માટે ક્રિકેટ ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ચાહકો ટીમ ઈન્ડિયાને જોરશોરથી ચીયર કરતા જોવા મળ્યા હતા. જ્યારે વર્લ્ડ કપની ટ્રોફી રામોજી ફિલ્મ સિટીમાં લાવવામાં આવી ત્યારે લોકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. સાંજે 4:50 વાગ્યે ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ચાહકો જોર જોરથી બૂમો પાડતા જોવા મળ્યા હતા. આ દરમિયાન રામોજી ફિલ્મ સિટીમાં આતશબાજી પણ જોવા મળી હતી અને વર્લ્ડ કપ થીમ સોંગ દિલ જશ્ન-જશ્ન બોલે પણ વગાડવામાં આવ્યું હતું.

સેલ્ફી માટે ભીડ ઉમટી: MD CS બ્રજેશ્વરી ગારુ અને મિસ દેવીશાએ આ ટ્રોફી પરથી પડદો હટાવ્યો. વર્લ્ડકપ ટ્રોફી પરથી પડદો ઉઠતાની સાથે જ ત્યાં હાજર પ્રશંસકો સેલ્ફી લેવા માટે કતાર લગાવવા લાગ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન એમકે પ્રસાદ ગરુ, વેંકટેશ્વર ગરુ અને નાગેશ્વર ગરુ પણ હાજર હતા. આ તમામે વર્લ્ડકપ ટ્રોફી સાથે ફોટોગ્રાફ્સ માટે પોઝ પણ આપ્યા હતા.

આ અવસરે બોલતા વેંકટેશ્વર ગરુએ કહ્યું:રામોજી ફિલ્મ સિટીમાં ટ્રોફી પ્રદર્શિત કરવા બદલ ICCનો ખૂબ ખૂબ આભાર. તેણે 1983નો વર્લ્ડ કપ જીતવા બદલ કપિલ દેવ અને 2011નો વર્લ્ડ કપ દેશ માટે જીતવા બદલ મહેન્દ્ર સિંહ ધોનીનો પણ આભાર માન્યો હતો. આ પછી તેણે પોતાના જૂના સમયને યાદ કરતાં કહ્યું કે, 1993માં તેની પુત્રીએ તેને ICC ટ્રોફી સાથે તસવીર લેવા કહ્યું હતું. પરંતુ તે પછી તેમ ન કરી શક્યો, આજે તેને ICC વર્લ્ડ કપ ટ્રોફી સાથે તસવીર ખેંચવાની તક મળી.

ટ્રોફીની વિશેષતાઃ આ પ્રસંગે ટ્રોફી વિશે પણ સમજાવવામાં આવ્યું હતું. આ વર્તમાન ICC વર્લ્ડ કપ ટ્રોફી 1999 માં બનાવવામાં આવી હતી. આ ટ્રોફી 60 સેમી ઉંચી છે. તેમાં ત્રણ ચંદ્ર સ્તંભો પણ છે, જે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગનું પ્રતિનિધિત્વ કરે છે. આ ટ્રોફીની ટોચ પર એક ગ્લોબ આકારનો બોલ પણ છે. આ ટ્રોફીનું વજન 11 કિલો છે. તેની કિંમત વિશે વાત કરીએ તો, તે 40,000 પાઉન્ડ સ્ટર્લિંગ (30,85,320) કરતાં વધુ છે.

આ પણ વાંચોઃ

  1. ICC World Cup Anthem : ક્રિકેટ વર્લ્ડ કપનું 'એન્થમ સોન્ગ' રિલીઝ થયું, રણવીર સિંહ જોવા મળશે
  2. ICC Men's Cricket World Cup 2023 Trophy: રામોજી ફિલ્મ સિટીમાં પ્રદર્શિત કરાશે ICC વર્લ્ડ કપ ટ્રોફી

ABOUT THE AUTHOR

...view details