ગુજરાત

gujarat

ETV Bharat / sports

સંજય ઉવાચઃ પંડ્યામાં આવેલા પરિવર્તનથી આશ્ચર્ય, રીયલ હાર્દિક હવે આવ્યો

હાર્દિક પંડ્યાએ તાજેતરમાં IPLની (Gujarat Titans IPL 15) નવી ટીમ ગુજરાત ટાઈટન્સની આગેવાની કરીને IPLના ઈતિહાસમાં એક માઈલસ્ટોન ઊભો કર્યો છે. આયર્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં (England vs India Test Series) પણ સારૂ એવું પર્ફોમ કર્યું હતું. ઈંગ્લેન્ડ સામેની મેચ T20 અને ODI સીરિઝ જીતવા માટે તેમણે ટીમમાં મોટી અને નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.

સંજય ઉવાચઃ પંડ્યામાં આવેલા પરિવર્તનથી આશ્ચર્ય, રીયલ હાર્દિક હવે આવ્યો
સંજય ઉવાચઃ પંડ્યામાં આવેલા પરિવર્તનથી આશ્ચર્ય, રીયલ હાર્દિક હવે આવ્યો

By

Published : Jul 20, 2022, 4:02 PM IST

મુંબઈ:ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકર (Former Cricketer Sanjay Manjrekar) હાર્દિક પંડ્યાના માત્ર હાર્ડ-હિટિંગ બેટરમાંથી વિશ્વના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરમાંના (Haridk Pandya All Rounder) એક તરીકે ઉભરી રહેલા પરિવર્તનથી ખૂબ જ (Transformation of Hardik Pandya) આશ્ચર્યચકિત છે. જે ટીમોનું નેતૃત્વ કરવામાં પણ સક્ષમ છે. હાર્દિક પંડ્યાએ તાજેતરમાં ગુજરાત ટાઇટન્સની આગેવાની કરી હતી. ઈંગ્લેન્ડ સામેની T20I અને ODI ટુર્નામેન્ટમાં પણ બટલરની ટીમને હંફાવવા માટે પણ મોટી ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચોઃ ભારત-પાક મેચ "CWG હાઈલાઈટ્સમાંની એક" હશે, પલભરમાં વેચાઈ મિલિયન ટિકિટો

જોખમ લીધુ ને જીત પણ મળીઃમાંજરેકરે સંકેત આપ્યા હતો કે ગુજરાત ટાઇટન્સે કદાચ પંડ્યાને નવી IPL ફ્રેન્ચાઇઝીનો સુકાની બનાવીને મોટું જોખમ લીધું હશે. પરંતુ ઓલરાઉન્ડરે ખુલાસો કર્યો છે કે, તેમણે માત્ર તેના છોકરાઓને મેદાન પર જ માર્શલ કર્યા નથી, તેણે હેન્ડી નોક્સ પણ રમ્યા છે. ટીમે IPL 2022 ની ટુર્નામેન્ટમાં મહત્ત્વની વિકેટ પણ ખેરવી નાંખી છે. તેઓ ટ્રોફી ઉપાડવા માટે યોગ્ય છે.

પંડ્યામાં પરિવર્તનઃચોક્કસથી એક વાત નક્કી છે કે, હાર્દિક પંડ્યા ખૂબ જ બદલાઈ ગયો છે. ફ્રેન્ચાઈઝીએ હાર્દિક પંડ્યાના નામે એક મોટું વાઈલ્ડકાર્ડ પ્લે કરી નાંખ્યું. સૌ પ્રથમ ટીમના ખેલાડી તરીકે એની પસંદગી કરી.એ પહેલા એ ફીટ ન હતો. હેલ્થને લઈને એને પણ કેટલાક ઈસ્યુ હતા. જોકે, હકીકત એવી પણ છે કે, એ મુદ્દો લાંબા સમય સુધી ચર્ચામાં રહ્યો કે, હાર્દિક બોલિંગ કરશે કે નહીં. પણ માંજરેકરે ઉમેર્યું હતું કે, જ્યારે એ મુંબઈ ઈન્ડિયન્સમાં હતો ત્યારે એની બેટિંગને લઈને ડખા હતા.

આ પણ વાંચોઃ USના આ શહેરમાં યોજાશે ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની, શેડ્યુલનું કરાયું એલાન

મોટી તકઃફ્રેન્ચાઈઝીએ તેમને પસંદ કર્યા એટલું જ નહીં, અને તેમના માર્કી ખેલાડીઓમાંના એક તરીકે તેમને સમર્થન આપ્યું. તેમને કેપ્ટનશીપ આપી. હાર્દિક પંડ્યામાં એક મોટું પરિવર્તન આપ્યું છે. એનામાં જવાબદારી, પરિપક્વતા અને મહત્ત્વકાંક્ષા ત્રણેય છે. મહત્ત્વકાંક્ષી વ્યક્તિ પાસે હંમેશા શ્રેષ્ઠ બનવાની તક સારી હોય છે. જે પંડ્યામાં જોઈ શકાય છે.

પ્રેરણા સ્ત્રોતઃહાર્દિકમાં રહેલી મહત્ત્વકાંક્ષાને હું જોઈ રહ્યો છું. એક વખત તમારામાં એ આવી જાય એટલે ક્રિકેટ કેરિયરમાં વિકાસ કરવાની લોખંડી ઈચ્છા થાય. હાર્દિકે ઘણી વખત તે પોતે કોઈ ત્રીજો વ્યક્તિ હોય એવી રીતે સંબોધન કર્યું છે. જોકે, હકીકત એવી પણ છે કે, રીયલ હાર્દિક હવે આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details