ગુજરાત

gujarat

ETV Bharat / sports

Harmanpreet Kaur Birthday: 'મહિલા દિવસ' પર હરમનપ્રીતે ઉજવ્યો જન્મદિવસ, પોતાના નામે કર્યા અનેક રેકોર્ડ - હરમનપ્રીત કૌરને જન્મદિવસની શુભેચ્છા

હરમનપ્રીત કૌર આજે 8 માર્ચે 'મહિલા દિવસ' પર તેનો 34મો જન્મદિવસ ઉજવી રહી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેણે મહિલા ક્રિકેટમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે અને હવે હરમનપ્રીત કૌર મુંબઈ ઈન્ડિયન્સની કમાન સંભાળી રહી છે.

Harmanpreet Kaur Birthday: 'મહિલા દિવસ' પર હરમનપ્રીતે ઉજવ્યો જન્મદિવસ, પોતાના નામે કર્યા અનેક રેકોર્ડ
Harmanpreet Kaur Birthday: 'મહિલા દિવસ' પર હરમનપ્રીતે ઉજવ્યો જન્મદિવસ, પોતાના નામે કર્યા અનેક રેકોર્ડ

By

Published : Mar 8, 2023, 1:37 PM IST

નવી દિલ્હી: મહિલા દિવસ એટલે કે 8 માર્ચે જન્મેલી હરમનપ્રીત કૌને ક્રિકેટમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. હરમનપ્રીત કૌર ટીમ ઈન્ડિયાની ઓલરાઉન્ડર ખેલાડી છે. તેણે પોતાના ક્રિકેટ કરિયરમાં અત્યાર સુધી ઘણી મેચોમાં ટીમ ઈન્ડિયાને જીત અપાવી છે. 2009માં પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરનાર હરમનપ્રીતે અત્યાર સુધીની સફરમાં 100 થી વધુ ODI અને T20 મેચ રમી છે. 4 માર્ચથી શરૂ થયેલી WPL 2023માં હરમનપ્રીત કૌરની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સે બે મેચ જીતી છે. તેણે કેટલાક રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે, જેમાં તેણે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધો છે.

આ પણ વાંચો:Indian Team Celebrated Holi : ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ હોળીના રંગે રંગાયા, રંગ બરસે ગીત પર નાચ્યા સ્ટાર્સ

ક્રિકેટરોએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી: WPL લીગની 7મી મેચ ગુરુવારે 9 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. આ લીગમાં મુંબઈ ઈન્ડિયન્સની આ ત્રીજી મેચ હશે. કેપ્ટન હરમનપ્રીત કૌરે મુંબઈ ટીમના તમામ ખેલાડીઓ સાથે કેક કાપીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે તેનો વીડિયો શેર કર્યો છે, જેમાં હરમનપ્રીત સ્પષ્ટ રીતે કેક કાપીને ટીમના તમામ ખેલાડીઓને ખવડાવી રહી છે. આ સાથે વીડિયોમાં તમામ ખેલાડીઓ ડાન્સ કરતા પણ જોવા મળે છે. ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

વીરેન્દ્ર સેહવાગને માને છે આદર્શ: હરમનપ્રીત કૌરનો જન્મ 8 માર્ચ 1989ના રોજ પંજાબના મોગા જિલ્લામાં થયો હતો. તેમના પિતા હરમંદર સિંહ ભુલ્લર વોલીબોલ અને બાસ્કેટબોલના ખેલાડી હતા અને તેમની માતાનું નામ સતવિંદર છે. હરમનપ્રીત કૌરને બાળપણથી જ ક્રિકેટમાં રસ હતો. હરમનપ્રીત પૂર્વ ભારતીય બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગને પોતાનો આદર્શ માને છે. હરમનપ્રીત કૌરની ક્રિકેટ કારકિર્દીની વાત કરીએ તો તે એક ઉત્તમ ઓલરાઉન્ડર છે. ICC મહિલા ODI વર્લ્ડ કપ 2022માં હરમનપ્રીત કૌરને ટીમ ઈન્ડિયાની વાઇસ કેપ્ટન બનાવવામાં આવી હતી.

આ પણ વાંચો:Bail To Sushil Kumar : ઓલિમ્પિયન સુશીલ કુમારને 4 દિવસ માટે વચગાળાના જામીન મળ્યા, પિતાના અંતિમ સંસ્કારમાં આપશે હાજરી

રેકોર્ડ બુકમાં નોંધાઈ: હરમનપ્રીત કૌરે વિરાટ કોહલીને હરાવ્યો હરમનપ્રીત કૌરે 2017 ODI વર્લ્ડ કપની સેમિફાઇનલમાં 171 રનની તોફાની અણનમ ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 115 બોલમાં 20 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. હરમનપ્રીત કૌરની આ ઇનિંગના આધારે ટીમ ઇન્ડિયાએ 42 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 281 રન બનાવ્યા હતા. હરમનપ્રીતની આ ઝડપી ઈનિંગ રેકોર્ડ બુકમાં નોંધાઈ ગઈ છે. તેનો સ્કોર વર્લ્ડ કપ અને ODI ક્રિકેટમાં સર્વોચ્ચ સ્કોર છે. હરમનપ્રીત કૌર ક્રિકેટના T20 ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર છે. હરમનપ્રીતે આ મામલે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધો છે. હરમનપ્રીતે T20 વર્લ્ડ કપ 2018માં ન્યૂઝીલેન્ડ સામે 103 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 51 બોલમાં 7 ફોર અને 8 સિક્સ પણ ફટકારી હતી.

ABOUT THE AUTHOR

...view details