ગુજરાત

gujarat

ETV Bharat / sports

હરભજનસિંહની પત્ની ગીતા બસરાએ આપ્યો પૂત્રને જન્મ, ઈન્સ્ટાગ્રામ પર ક્રિકેટર્સ આપી રહ્યા છે શુભેચ્છાઓ - Harbhajan Singh instagram

બૉલિવૂડ એક્ટ્રેસ ગીતા બસરા અને ભૂતપૂર્વ ક્રિકેટર હરભજનસિંહ ફરી એક વાર પારણું બંધાયુ છે. ગીતાએ પૂત્રને જન્મ આપ્યો છે.

હરભજનસિંહ
હરભજનસિંહ

By

Published : Jul 10, 2021, 5:08 PM IST

  • ગીતા બસરાએ 10 જૂલાઈએ પૂત્રને જન્મ આપ્યો
  • ગીતા બસરા ઘણી વાર પોતાના બેબી બમ્પ સાથે થઈ હતી સ્પોટ
  • ફેન્સ જોઈ રહ્યા છે નવા મહેમાનની પહેલી ઝલકની રાહ

ન્યૂઝ ડેસ્ક(Bollywood News): ભૂતપૂર્વ ક્રિકેટર હરભજનસિંહ(Harbhajan singh)ની પત્ની ગીતા બસરા(Geeta Basra)એ 10 જૂલાઈએ પૂત્રને જન્મ આપ્યો છે. તેમને એક મોટી દિકરી 'નિહાયા' છે અને હવે પૂત્રના આગમન બાદ તેમનો પરિવાર પૂર્ણ થઈ ગયો છે. હરભજને આ ગૂડ ન્યૂઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. તેના ફેન્સ કમેન્ટ કરી તેને શૂભકામનાઓ પાઠવી રહ્યા છે.

આ પણ વાંચો: રણધીર કપૂરે કરીના-સૈફના બીજા બાળકનું નામ જાહેર કર્યું

ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા ગૂડ ન્યૂઝ

હરભજને ઈન્સ્ટાગ્રામ દ્વારા માહિતી આપી છે કે, તેની પત્ની અને પૂત્ર બન્ને સ્વસ્થ છે. ગીતા બસરા ઘણી વાર પોતાના બેબી બમ્પ સાથે સ્પોટ થયા બાદ આ કપલે માર્ચમાં ખૂલાસો કર્યો હતો કે જૂલાઈમાં નવું મહેમાન આવવા જઈ રહ્યું છે. હવે તેમના ફેન્સ નવા મહેમાનની પહેલી ઝલકની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ભારતીય બોલર શિખર ધવન(Shikhar Dhavan) સહિત તેના કેટલાય ક્રિકેટર મિત્રોએ ભજ્જીને શુભેચ્છાઓ પાઠવી છે.

આ પણ વાંચો:valentine's Week special: ભજ્જી અને ગીતાની લવસ્ટોરી

5 વર્ષ પહેલા કર્યા હતા લગ્ન

થોડા સમય પહેલા જ ગીતા બસરાનું બેબી શાવર કરવામાં આવ્યું હતું અને તેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ ગીતા અને હરભજને 29 ઓક્ટોબર 2015ના રોજ લગ્ન કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details