મોહાલીઃવિસ્ફોટક બેટ્સમેન રિંકુ સિંહની 5 છગ્ગાની કહાનીને ભૂલીને ગુજરાત ટાઇટન્સ આગામી મેચમાં પંજાબ કિંગ્સ સાથે રમવા મોહાલી પહોંચી ગઈ છે. હાલમાં બંને ટીમોએ અત્યાર સુધી રમાયેલી 3-3 મેચમાંથી બે-બે મેચ જીતી છે. જ્યારે બંને ટીમોને એક-એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યાં ગત મેચમાં પંજાબ કિંગ્સનો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે પરાજય થયો હતો. આ સાથે જ ગુજરાત ટાઇટન્સ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હાર્યા બાદ આગામી મેચ રમવા પહોંચી ગઈ છે.
અત્યાર સુધી બંને ટીમો બરાબરી પર છે:પ્રારંભિક બે જીત બાદ છેલ્લી મેચમાં બંને ટીમોની હાર થઈ છે. આ મેચમાં પંજાબ કિંગ્સ પોતાના હોમ ગ્રાઉન્ડનો ભરપૂર ઉપયોગ કરવા માંગે છે અને મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પોતાનુ સ્થાન સુધારવા માંગે છે. આ સાથે જ ગુજરાત ટાઇટન્સ પોતાની ટીમને વિનિંગ ટ્રેક પર લાવવાનો પ્રયાસ કરશે. વર્ષ 2022 માં, બંને ટીમો વચ્ચે બે મેચ રમાઈ છે, જેમાં ગુજરાત ટાઇટન્સે પ્રથમ મેચ 6 વિકેટથી જીતી હતી, જ્યારે પંજાબ કિંગ્સે બીજી મેચ 8 વિકેટથી જીતી હતી.
આ પણ વાંચો:IPL 2023: આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ખરાખરીનો જંગ