મેલબોર્નઃ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે, જ્યારે સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) ક્રિઝ પર હોય છે. ત્યારે તેની બેટિંગ જોવાનો એક અલગ જ આનંદ હોય છે. ઝિમ્બાબ્વે સામે ભારતની 71 રનની જીત બાદ દ્રવિડે કહ્યું, (Rahul Dravid on Suryakumar Yadav) મને લાગે છે કે, તેણે અમારા માટે અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે. તેને બેટિંગ કરતા જોવાનો આનંદ છે. દરેક વખતે એવું લાગે છે કે, તે મનોરંજન માટે મેદાનમાં ઉતર્યો છે અને તેમાં કોઈ શંકા નથી.
વિશ્વનો નંબર 1 બેટ્સમેન:સૂર્યકુમારે ઝિમ્બાબ્વે સામે 25 બોલમાં 61 રન બનાવ્યા હતા. મુખ્ય કોચે તેની શાનદાર ઇનિંગ્સ વિશે કહ્યું, "હા, તે અવિશ્વસનીય છે. એટલા માટે તે હાલમાં T20માં વિશ્વનો નંબર વન બેટ્સમેન છે. સૂર્યકુમારે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 225 રન બનાવ્યા છે અને તેનો સ્ટ્રાઈક રેટ શાનદાર છે. દ્રવિડે કહ્યું, અત્યારે જ્યાં છે ત્યાં તેનો સ્ટ્રાઈક રેટ જાળવી રાખવો સરળ નથી. તેથી તે જે રીતે બેટિંગ કરી રહ્યો છે તે શાનદાર છે. તેમની પ્રક્રિયા અંગે તેમની વ્યૂહરચના સ્પષ્ટ છે. તેણે કહ્યું, તેણે સખત મહેનત કરી છે. સૂર્યાની ખાસિયત એ છે કે, તે સખત પ્રેક્ટિસ કરે છે અને પોતાની રમત અને ફિટનેસ પર ધ્યાન આપે છે. છેલ્લા બે વર્ષમાં તેણે મેદાનની અંદર અને બહાર જે મહેનત કરી છે, તેનું હવે ફળ મળી રહ્યું છે.