ગુજરાત

gujarat

ETV Bharat / sports

ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ચેતેશ્વર પૂજારાના નામ પર શંકાના વાદળો, જાણો ક્યો ખેલાડી લઈ શકે છે તેનું સ્થાન

હાલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝ ચાલી રહી છે. પ્રથમ મેચમાં કંગાળ પ્રદર્શન આપનારા ચેતેશ્વર પૂજારાનું સ્થાન આગામી બીજી ટેસ્ટ મેચ માટે જોખમમાં છે. પ્રથમ ટેસ્ટમાં માત્ર ચાર રન બનાવનારા ચેતેશ્વર પૂજારા છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. તેમના સ્થાને હનુમા વિહારીને સ્થાન અપાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ચેતેશ્વર પૂજારાના નામ પર શંકાના વાદળો, જાણો ક્યો ખેલાડી લઈ શકે છે તેનું સ્થાન
ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ચેતેશ્વર પૂજારાના નામ પર શંકાના વાદળો, જાણો ક્યો ખેલાડી લઈ શકે છે તેનું સ્થાન

By

Published : Aug 10, 2021, 5:19 PM IST

  • ભારત ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટમાં પૂજારાનું સ્થાન જોખમમાં
  • છેલ્લા ઘણા સમયથી ચેતેશ્વર પૂજારા છે કંગાળ ફોર્મમાં
  • પૂજારાના સ્થાને હનુમા વિહારીને મળી શકે છે સ્થાન

ન્યૂઝ ડેસ્ક: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ માટે પ્લેયિંગ ઈલેવનમાં ચેતેશ્વર પૂજારાનું સ્થાન જોખમમાં છે. તેઓ છેલ્લા ઘણા સમયથી કંગાળ ફોર્મમાં હોવાથી અને પ્રથમ ટેસ્ટ મેચમાં માત્ર 4 રન બનાવ્યા હોવાથી તેમના સ્થાને 27 વર્ષીય હનુમા વિહારીને સ્થાન મળે તેવી શક્યતા છે.

હનુમા વિહારી ઓસ્ટ્રેલિયા સામે દિવાલ બનીને ઉભો રહ્યો હતો

ચેતેશ્વર પૂજારા છેલ્લા ઘણા સમયથી કંગાળ ફોર્મમાં છે. પૂજારાએ અંતિમ 18 ટેસ્ટ મેચમાં માત્ર 504 રન બનાવ્યા છે. જેની સામે 27 વર્ષીય હનુમા વિહારીએ 12 ટેસ્ટ મેચમાં 32.84ની એવરેજથી 624 રન બનાવ્યા છે. આ વર્ષની શરૂઆતમાં સિડની ખાતે યોજાયેલી ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચમાં હનુમા વિહારી ઈજાગ્રસ્ત થયા બાદ પણ દિવાલ બનીને ઉભો રહ્યો હતો. જેના કારણે મેચ ડ્રો થઈ હતી. તે મેચમાં વિહારી બિમાર હોવા છતા ઈન્જેક્શન લઈને મેચ રમ્યો હતો અને 161 બોલમાં 23 રન મારીને અણનમ રહ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details