ગુજરાત

gujarat

ETV Bharat / sports

Dilip Vengsarkar On Sourav Ganguly : ગાંગુલીએ વિરાટ કોહલીની કેપ્ટનશિપના મુદ્દા પર બોલવું ન જોઈએઃ વેંગસરકર - દિલીપ વેંગસરકરની સૌરવ ગાંગુલી પર પ્રતિક્રિયા

વિરાટ કોહલી અને BCCI વચ્ચે ચાલી રહેલા વિવાદ(Virat Kohli and BCCI Controversy) પર ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર દિલીપ વેંગસરકરે સૌરવ ગાંગુલી(Dilip Vengsarkar On Sourav Ganguly) પર તીખી પ્રતિક્રિયા આપી છે.

Dilip Vengsarkar On Sourav Ganguly : ગાંગુલીએ વિરાટ કોહલીની કેપ્ટનશિપના મુદ્દા પર બોલવું ન જોઈએઃ દિલીપ વેંગસરકર
Dilip Vengsarkar On Sourav Ganguly : ગાંગુલીએ વિરાટ કોહલીની કેપ્ટનશિપના મુદ્દા પર બોલવું ન જોઈએઃ દિલીપ વેંગસરકર

By

Published : Dec 23, 2021, 1:06 PM IST

Updated : Dec 23, 2021, 1:25 PM IST

મુંબઈ: ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને ભૂતપૂર્વ પસંદગી સમિતિના વડા દિલીપ વેંગસરકરનું(Former Cricketer Dilip Vengsarkar) માનવું છે કે બોર્ડ પ્રમુખ સૌરવ ગાંગુલીએ રાષ્ટ્રીય પસંદગીકારો વતી વિરાટ કોહલીની કેપ્ટનશીપના મુદ્દા(Virat Captaincy Issue) પર બોલવું જોઈએ નહીં. સાઉથ આફ્રિકા ટૂર પર જતા પહેલા વિરાટે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, BCCIમાં કોઈએ તેને T20 ની કેપ્ટનશીપ છોડવા માટે નથી કહ્યું. ગાંગુલીએ દાવો કર્યો હતો કે તેણે આ મુદ્દે કેપ્ટન સાથે વાત કરી હતી.

ગાંગુલી બોલવાનો કોઈ અર્થ નથી

વેંગસરકરે જણાવ્યું હતું કે, પસંદગી સમિતિ વતી ગાંગુલી બોલવાનો(Dilip Vengsarkar On Sourav Ganguly) કોઈ અર્થ નથી. તેઓ BCCIના પ્રમુખ છે. પસંદગી સમિતિના વડા ચેતન શર્માએ પસંદગી કે કેપ્ટનશીપના મુદ્દે બોલવું જોઈતું હતું.

કેપ્ટનની પસંદગી કરવી કે હટાવવી એ ગાંગુલીના દાયરામાં નથી

ગાંગુલીએ કહ્યું હતું કે, ટી20 ટીમની કેપ્ટનશીપ છોડવાના વિરાટના નિર્ણય બાદ રોહિત શર્માને વનડે ટીમનો પણ કેપ્ટન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કારણ કે લિમિટેડ ઓવરના બે ફોર્મેટમાં બે અલગ-અલગ કેપ્ટન રાખવાનો કોઈ અર્થ નથી. વેંગસરકરે કહ્યું કે, કેપ્ટનની પસંદગી કરવી કે હટાવવી એ પસંદગી સમિતિનો નિર્ણય છે. તે ગાંગુલીના દાયરામાં નથી આવતું.

રોહિત ટેસ્ટમાંથી બહાર

મહત્વપૂર્ણ છે કે કોહલીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા હાલ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે(Team India tour of South Africa) છે. જ્યાં તેને ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી(India vs South Africa Test match) રમવાની છે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં રમાશે. ટેસ્ટ શ્રેણીમાં ભારત ઓપનર રોહિત શર્માની સેવાઓ મેળવી શકશે નહીં. રોહિત ઈજાના કારણે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર છે. આ પછી ત્રણ મેચની વનડે(India vs South Africa ODI match 2021) શ્રેણી રમાશે.

આ પણ વાંચોઃ IPL 2022ની મેગા હરાજીની તારીખો થઇ જાહેર

આ પણ વાંચોઃ Ganguly comment on Virat : સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલીની પ્રેસ કોન્ફરન્સ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો

Last Updated : Dec 23, 2021, 1:25 PM IST

ABOUT THE AUTHOR

...view details