ગુજરાત

gujarat

ETV Bharat / sports

DC vs GT IPL 2023 : દિલ્હી સામે ગુજરાત ટાઈટન્સની ભવ્ય જીત, સાંઈ સુદર્શન 62 રન નોટ આઉટ - દિલ્હી કેપિટલ્સ vs ગુજરાત ટાઇટન્સ મેચ

આજે (મંગળવાર) 4 એપ્રિલે IPL 2023ની 7મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચને અંતે દિલ્હી કેપિટલ્સ સામે ગુજરાત ટાઇટન્સની 6 વિકેટે ભવ્ય જીત થઈ હતી. સાંઈ સુદર્શને 62 રન કર્યા હતા.

DC vs GT Match Preview: ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ આજે આવશે સામસામે
DC vs GT Match Preview: ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ આજે આવશે સામસામે

By

Published : Apr 4, 2023, 8:07 AM IST

Updated : Apr 4, 2023, 11:56 PM IST

નવી દિલ્હી:દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 162 રન કર્યા હતા. તેની સામે ગુજરાત ટાઈટન્સે 18.1 ઓવરમાં 4 વિકેટના નુકસાને 163 રન બનાવી દીધા હતા. આમ ગુજરાત ટાઈટન્સની 6 વિકેટથી જીત થઈ હતી. ગુજરાત ટાઈટન્સની આ બીજી ભવ્ય જીત છે.

ગુજરાતની બીજી જીતઃગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને બોલીંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરતાં દિલ્હી કેપિટલની ટીમ 20 ઓવરને અંતે 8 વિકેટના નુકસાને 162 રન બનાવ્યા હતા. અને ગુજરાત ટાઈટન્સને 163 રન બનાવવાનો ટાર્ગેટ આપ્યો હતો.

દિલ્હી કેપિટલ્સની બેટિંગઃદિલ્હી કેપિટલ્સમાં વોર્નર 32 બોલમાં 37 રન, પૃથ્વી શો 5 બોલમાં 7 રન, મિશેલ માર્શ 4 બોલમાં 4 રન, શરફરાઝ ખાન 34 બોલમાં 30 રન, રોસોવ એક બોલમાં શૂન્ય રન, અભિષેક પોરેલ 11 બોલમાં 20 રન, અક્ષર 22 બોલમાં 36 રન, અમન હકિમ ખાન 8 બોલમાં 8 રન, કુલદીપ યાદવ એક બોલમાં એક રન(નોટઆઉટ) અને નોર્ટજે બે બોલમાં 4 રન બનાવ્યા હતા. ટીમને 15 રન એકસ્ટ્રા મળ્યા હતા.

ગુજરાત ટાઈટન્સની બોલીંગઃશામી 4 ઓવરમાં 41 રન આપી 3 વિકેટ ઝડપી હતી. જોશુ લિટ્ટે 4 ઓવરમાં 27 રન આપ્યા હતા. હાર્દિક પંડ્યા 3 ઓવરમાં 18 રન, અલઝારી જોસેફ 4 ઓવરમાં 29 રન આપી 2 વિકેટ, યશ દયાલ એક ઓવરમાં 12 રન અને રાશિદ ખાન 4 ઓવરમાં 31 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.

ગુજરાત ટાઈટન્સની બેટિંગઃવૃદ્ધિમાન સાહા 7 બોલમાં 14 રન, શુભમન ગિલ 13 બોલમાં 14 રન, સાઈ સુદર્શન 48 બોલમાં 62 રન(નોટ આઉટ), હાર્દિક પંડ્યા 4 બોલમાં 5 રન, વિજય શંકર 23 બોલમાં 29 રન અને ડેવિડ મિલર 16 બોલમાં 31 રન(નોટઆઉટ) નોંધાવ્યા હતા. એકસ્ટ્રા 8 રન મળ્યા હતા.

દિલ્હી કેપિટલની બોલીંગઃખલીલ અહેમદ 4 ઓવરમાં 38 રન આપી એક વિકેટ લીધી હતી. મુકેશ કુમાર 4 ઓવર નાંખી 42 રન આપ્યા હતા. અનરિચ નોર્ટજ 4 ઓવરમાં 39 રન આપી 2 વિકેટ, મિશેલ માર્સ 3.1 ઓવરમાં 24 રન આપી 1 વિકેટ અને કુલદીપ યાદવ 3 ઓવર નાંખી 18 રન આપ્યા હતા.

દિલ્હી કેપિટલ્સ ટીમ મંગળવારે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં તેમના હોમ ગ્રાઉન્ડ પર ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામે ટકરાઈ હતી. ત્યારે તેઓ તેમના બોલરો પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખી હતી. બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સને ઓપનિંગ મેચમાં હરાવ્યા બાદ ગુજરાતનો ઉત્સાહ ઊંચો હતો. કેન વિલિયમસન ઘૂંટણની ગંભીર ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હોવા છતાં ગુજરાત ટાઇટન્સની ટીમ મજબૂત છે. ગુજરાત ટાઇટન્સ તેમની પ્રથમ આઇપીએલ સિઝનમાં જ ચેમ્પિયન બની હતી અને દિલ્હી કેપિટલ્સ આ સિઝનમાં પ્લેઓફમાં જગ્યા બનાવી શકી ન હતી. IPL 2022માં દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાઈ હતી અને આ મેચમાં હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં ગુજરાત ટાઇટન્સનો વિજય થયો હતો.

આ પણ વાંચોઃCSK Vs LSG IPL 2023 : લખનઉ સામે ચેન્નઈ સુપર કિંગની શાનદાર જીત

50 રને મળ્યો પરાજયઃદિલ્હી કેપિટલ્સની નબળી બોલિંગ દિલ્હી કેપિટલ્સને સિઝનની શરૂઆતની મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ દ્વારા 50 રને પરાજય મળ્યો હતો. આ મેચમાં ટીમ ભારતીય ઝડપી બોલરોથી સૌથી વધુ નિરાશ થઈ હતી અને એનરિચ નોર્કિયાની ગેરહાજરીમાં આ બોલરો લખનઉના બેટ્સમેનોને મુશ્કેલીમાં મુકવામાં નિષ્ફળ રહ્યા હતા. ચેતન સાકરિયા અને મુકેશ કુમાર ચોક્કસ લાઇન લેન્થ બોલિંગ કરવા માટે જાણીતા છે. પરંતુ લખનઉ સામે બંને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને મુશ્કેલીમાં મુકવા માટે જરૂરી ગતિ અને વિવિધતાની દ્રષ્ટિએ તદ્દન બિનઅસરકારક હતા. આવી સ્થિતિમાં શાનદાર લયમાં ચાલી રહેલા શુભમન ગિલ અને હાર્દિક પંડ્યાને તેમની સામે રન બનાવવામાં કોઈ મુશ્કેલી પડશે નહીં.

100 ટેસ્ટ ખેલાડીઓની પસંદગીઃ ખલીલ અહેમદ પાસે સારા પ્રદર્શનની અપેક્ષા છે. ખલીલ અહેમદે લખનૌ સામેની શરૂઆતની મેચમાં બોલ સાથે થોડું સારું કામ કર્યું હતું, પરંતુ ફિલ્ડિંગમાં તે સારુ પ્રદર્શન ન કરી શક્યો. તેણે લખનઉ સામે કાયલ માયર્સનો કેચ છોડ્યો જે ટીમને મોંઘો પડ્યો. દિલ્હી પાસે ઇશાંત શર્મામાં એક અનુભવી બોલર છે, પરંતુ તે સમજી શકાય છે કે ટીમ મેનેજમેન્ટે માન દર્શાવવા માટે બેઝ પ્રાઈસ પર 100 ટેસ્ટ ખેલાડીઓની પસંદગી કરી છે. ઈશાંતનો ઉપયોગ 'ઈમ્પેક્ટ પ્લેયર' તરીકે થઈ શકે છે. જો કે દિલ્હીના પ્રેક્ટિસ સેશન જોનારાઓ માને છે કે, તેની ગતિ અને હોશિયારીમાં ઘણો ઘટાડો થયો છે.

આ પણ વાંચોઃOrange and Purple Cap Race : ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસમા આવી રસાકસી

બોલર ફ્રેન્ડલી પિચઃ દિલ્હી સ્ટેડિયમની પિચ રિપોર્ટ અરુણ જેટલી સ્ટેડિયમની પિચ બોલર ફ્રેન્ડલી માનવામાં આવે છે. અહીં સ્પિનરોને સ્પિન અને ઝડપી બોલરોને સારો ઉછાળો મળે છે. આ પિચ પર રનનો પીછો કરવો સરળ માનવામાં આવે છે, તેથી ટોસ જીત્યા પછી, કેપ્ટન પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લે છે. આ પીચ પર 13 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે, જેમાં ચેંજિગ ટીમ 9 વખત જીતી હતી જ્યારે ડિફેન્ડિંગ ટીમ 4 વખત જીતી હતી.

દિલ્હી કેપિટલ્સની સંભવિત ટીમઃ ડેવિડ વોર્નર (કેપ્ટન), પૃથ્વી શો, મિચેલ માર્શ, લલિત યાદવ, સરફરાઝ ખાન (વિકેટકીપર), રોવમેન પોવેલ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ચેતન સાકરિયા, ખલીલ અહેમદ, મુકેશ કુમાર

ગુજરાત ટાઇટન્સની સંભવિત ટીમઃ શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), સાઇ સુદર્શન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ડેવિડ મિલર, વિજય શંકર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, જોશુઆ લિટલ, મોહમ્મદ શમી, અલઝારી જોસ.

Last Updated : Apr 4, 2023, 11:56 PM IST

ABOUT THE AUTHOR

...view details